બીક્સ : પહેલા પણ બહારના રાજ્યમાં ફુટ્યું છતાં ફરી બહાર છપાવ્યું અગાઉ પણ પેપર ફુટ્યા ત્યારે
અગાઉ છપાયેલા પેપર જ્યારે બહારના રાજ્યમાં છપાતા હતા અને ત્યાંથી ફુટી જતાં હતા તેવું જુની તપાસોમાં બહાર આવ્યું છે. છતાં પણ ફરીથી તંત્ર બહાર પેપર છપાય તેની તૈયારી કરી હતી અને ત્યાથી ફુટી જશે તેવી શક્યતા હોવા છતાં કોઇ ઠોસ પગલા ન લીધા હોવાનું ગાંઘીનગરના ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે
બોક્ષ : સરકારે કહ્યા બાદ GADના અધિકારીઓ ન માનતા સવારે પરિક્ષા રદ
લો બોલો, સરકારની સ્થિતી પણ કેવી છે. પોલીસ વિભાગને શનિવારે પેપર લીક કરનાર આરોપીઓ પકડાતા જાણ થઇ હતી. ઘટના બહાર આવી બાદમાં આ અંગે જીએડી વિભાગને જાણ કરવામાં આવી હતી અને સ્પષ્ટ પણે પેપર ફુટ્યાની જાણ થઇ હોવાં છતાં GAD વિભાગને સરકાર સવાર સુધી મનાવી શકી ન હતી. આખરે સવારે GAD વિભાગ માની જતાં પરિક્ષા રદ કરવાનો આદેશ કર્યો હોવાનું ગાંધીનગરના સરકારી તંત્રમાં ચર્ચાનો વિષય બન્યું છે.
રાજ્યમાં પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરિક્ષા રવિવારે યોજાવવાની હતી. પેપર લીક કાંડ અંગે પોલીસ છેલ્લા એક મહિનાથી વોચ રાખી રહી હતી છતાં પણ આધુનિક પોલીસને અસલ ગેંગને પકડવામાં છેલ્લા દિવસે સફળતા મળી હતી. છેલ્લા એક મહિનાથી આવેલા અલગ અલગ ઇનપુટમાં સુરત, ભાવનગર, વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ ગેંગો સક્રિય હતી પરંતુ પોલીસ તેમને રંગે હાથે પકડવા માટે પેપર આવે અને ગેંગ પુરે પુરી પકડાય તેની રાહ જોતી હોવાનું બહાર આવ્યું છે. તમામ જગ્યાએથી પકડાયેલી ગેંગોમાં વડોદરાની ગેંગ પાસે જ અસલ પેપર હતું અને અન્ય તમામ ગેંગો પાસે નકલી પેપર હોવાનું બહાર આવ્યું છે.
પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરિક્ષા રવિવારે યોજાવવાની હતી. આ પરિક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ તૈનાત કરાયો હતો. 1181 ખાલી જગ્યાઓ માટે આશરે 9.53 લાખ લોકો પરિક્ષા આપવાના હતા. શનિવારે મોડી રાત્રે પેપર ફુટ્યાની જાણ થઇ ગઇ હતી તો પછી કેમ વહેલા તંત્રએ લોકોને જાણ ન કરી એ પ્રશ્ન હજુ પણ સળગી રહ્યો છે. આખરે GAD વિભાગે પરિક્ષા સ્થળે લોકો પહોચ્યા બાદ જાહેરાત કરતા વિદ્યાર્થીઓમાં નિરાશા અને આક્રોષ ફેલાયો હતો.
પોલીસના આધારુભુત સુત્રોના જણાવ્યું અનુસાર, છેલ્લા એક મહિના પહેલા રાજ્ય સરકારે પેપર ન ફુટે અને સારી રીતે પાર્દશીત પરિક્ષા થાય તે માટે તમામ વિભાગને સુચના જારી કરી હતી. સુચના મળતાની સાથે જ તમામ વિભાગ પેપર ન ફુટે તે માટે સક્રિય હતું તેમ છતાં એક નાનકગી ઓર્ગેનાઇઝ્ડ ગેંગને પુરે પુરા સરકારના મોટા વિભાગો પણ રોકી શકયું નહી. આખરે પેપર લીક કરનારા સફળ બન્યા અને પેપર ફોડીને લોકોને વેચાણ કરવા પહોચ્યા ત્યારે પોલીસે તેમને પકડ્યા હતા.
બીજી તરફ 3થી 4 લાખમાં આગલા દિવસે પેપર આપવામાં આવશે તેવા ઇનપુટ એક મહિના પહેલા પોલીસ પાસે હતા તે ગેંગોના માણસો પણ રડરામાં હતા તેમ છતાં તેમને પકડવામાં આવ્યા નહી અને બાદમાં તમામ ગેંગોને એક સાથે પરિક્ષાના આગલા દિવસે પકડવાની તૈયારી કરી હતી. આખરે તેમાં સુરત, વડોદરા, ભાવનગર અને સુરેન્દ્રનગરની ગેંગો પકડાઇ હતી. અન્ય ગેંગો પાસે નકલી પેપર હતા જ્યારે વડોદરાની ગેંગ પાસે અસલી પેપર હતું. જોકે પેપર આવે અને આપે ત્યારે રંગે હાથ પકડવામાં પોલીસ રાહ જોઇ રહી હોવાની ચર્ચા વિદ્યાર્થીઓમાં થઇ રહી છે.