કચ્છની શિપિંગ કંપનીના કારનામા પર કસ્ટમનું ગુપ્ત ઓપરેશન

શાબાશ છે..! જામનગર કસ્ટમ કમિશ્નરશ્રી રામનિવાસજીની ટીમને..!જામનગર કસ્ટમ કરે તપાસ ? સંબંધિત પાર્ટીને કેટલા મેટ્રીક ટન સ્લઝ ઓઈલ માટેની પરવાનગી હતી અને કેટલા ટન કરાયું છે સપ્લાય ! જો આટલો આંકડો માત્ર ચકાસાય તો પણ દૂધનું દૂધ અને પાણીનું થાય પાણીસિક્કામાં કળદાના નામે ડીઝલ કાઢનારી ટોળકીની ગાંધીધામની કચેરીઓમાં પણ એજન્સી ત્રાટકી ? કોમ્પ્યુટર, લેપટોપ સહિતના દસ્તાવેજો પણ તપાસનીશ ટુકડીએ કબજે કર્યા ? કંડલા-ગાંધીધામ સહિતની શિપિંગ ઈન્ડસ્ટ્રીઝમાં ફેલાયો છે ગભરાટગાંધીધામ તાલુકાના મીઠીરોર સમીપીને પાર્ટીએ સ્લઝ(શીપ-જહાજના કળદા-વેસ્ટ ઓઈલના)ના નામે ફર્નેશ મંગાવીને મેાટી ડયુટીચોરીને અંજામ આપવાનો પ્રયાસ કર્યાનો ધડાકો : જામનગરના સિક્કામાં આખી રાત ચાલેલા મેઘા ગુપ્ત આપેરશનથી જામનથરથી લઈ અને કંડલા-મુંદરા સુધીની શીપીંગ આલમમાં જાગી છે તરેહ તરેહની ચર્ચાશીપીમાંથી ગંધુ પાણી લઈ જવાની મંજુરીવાળી કચ્છની પેઢીએ ફર્નેશ ઓઈલ જહાજમાંથી બાર્જમાં ઠાલવતી વેળાએ જામગનર કસ્ટમના રંગે હાથ જડપાઈ જવા પામતા ખળભળાટી : બાર્જ અને જહાજ બન્નેને એકચોટ સીજ કરી અને સેમ્પલીંગ સહિતની હાથ ધરાયેલી કામગીરીથી સબંધીત તેલચોરોમાં મચી ગઈ છે દોડધામ : પેઢીના માલીકો ગાંધીધામ-આદિપુર, ભુજ સુધીના રહેવાસીઓ હોવાથી તપાસનો રેલો લંબાવાવની વકી

ગાંધીધામ : દેશના મહાબંદરો પરથી આયાત-નિકાસને વધારેને વધારે સ્મુથ કરવાની દીશામાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સતત પ્રયત્તનશીલ છે અને જો આયાત-નિકાસને જો વેગ મળે તો વિદેશી હુંડીયામણ ભારતમાં લાવી શકાય અને દેશના અર્થતંત્રને સારો એવો વેગ મળી શકે પરંતુ વધી ગયેલા આયાત-નિકાસમાં સરકારની તિજોરી તો કેટલી ભરાય છે તે સરકાર જ જાણે પણ કેટલાક ભેજાબાજ તત્વો દરીયાઈ વાણિજય વેપારના માર્ગે મિસડીકલેરેશન કરી અને ખુદ અઢળક બેનામી સંપત્તીના આસામી બની રહ્યા હોવાના કિસ્સાઓ છાશવારે બહાર આવતા જ રહે છે. દરમ્યાન જ આવો જ એક કિસ્સો તાજેતરમાં જ જામનગરનાના સીક્કા બંદર પર કચ્છ સલગ્ન પેઢીને લઈને જ બની ગયો છે અને જે રીતે આ પ્રકરણ બહાર આવવા પામી રહ્યુ છે તેના જોતા સૌમાં ભોર દોડધામ પણ મચી જવા પામી ગઈ હોવાનો વર્તારો જેાવાઈ રહ્યો છે.આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો જામગનર નજીક સિક્કાના દરીયામાં વિદેશી જહાજમાંથી કચરાના પાણીની જગ્યાએ ફર્નેશ ઓઈલ કાઢીને ચોરી કરી બાર્જ દ્વારા લઈ જવાત હોવાની બાતમી કસ્ટમવિાગેન મળતા મોડી રાતે કસ્ટમ વિભાગનો કાફલો સ્થળ પર જ ત્રાટકયો હતો અનએ મોટા પ્રમાણમાં ફર્નેશ ઓઈલનો જથ્થો કબ્જે કરી બાર્જને સીજ કરવામા આવ્યુ હતુ. અત્યંત ગુપ્ત રીતે પાર પાડવામા આવેલા ઓપરેશનથી શીપીંગ ક્ષેત્રે સંકળાયેલા લોકો અને તંત્રમા સારી એવી દોડધામની સ્થીતી પણ એક ચોટ જોવા મળી આવી છે.આ મામલેે અંતરંગ વર્તુળોમાથી બહાર આવતી વિગતો અનુસાર જામનગર શહેર નજીક આવેલા સિક્કા જેટીએથી દરીયામાં જવાતુ હોય છે. તે દરીયામાં વિદેશી જહાજમાથી શંકાસ્પદ હિલચાલ થતી હોવાની બાતમી કસ્ટમ વિભાગને મળતા તેઓએ મોડી રાત્રે સ્ટાફ સાથે દરીયામા સર્ચ ઓપેરશન હાથ ધર્યુ હતુ. જેમા જોવમ મળ્યુ હતુ કે, વિદેશી જહાજમાથી ફર્નેશ ઓઈલનો જથ્થો બાર્જમાં ઠલવાતુ હતુ. આ જોઈને કસ્ટમ વિભાગ ચોકી ઉઠયુ હતુ અને તાત્કાલીક જહાજ પર રેઈડ કરી તેને તપાસણી હાથ ધરી હતી જેમા જાણવા મળયુ હતુ કે, શીપના ટેન્કને સાફ કરવાનુ ગંદુ પાણી લઈ જવાની મંજુરી હતી પરંતુ આ ગંદા પાણીની જગ્યોઅ ફર્નેશ ઓઈલ કાઢવામાં આવતુ હતુ. જેથી કસ્ટમ વિભાગે તાત્કાલીક વિદેશી જહાજને ચેકીંગ હાથ ધર્યુ હતુ અને ફર્નેશ ઓઈલનો જથ્થો સિજ કર્યો હોવાનુ ચર્ચાય છે. તેમજ જે બાર્જમાં ગેરકાદેસર રીતે ફર્નેશ ઓઈલ લઈ જવામા આવી રહયુ હતુ તેને પણ સીજ કરવામા આવ્યુ હતુ. નોધનીય છે કે, શીપ અને બાર્જ દ્વારા જે કામગીરી ચાલી રહી હતી તેમાં એવી મંજુરી લેવાઈ હતી કે, શીપમાં આવેલા ઓઈલ ટેન્કને સાફ કરવામાં આવી રહ્ય છે જેમાથી ગંદુ પાણી નીકળે તે દરિયામાં ન ઠાલવતા તેને બાર્જ દ્વારા બહાર લઈ જવામાં આવે. પરંતુ આ મંજુરીની આડમાં શીપમાંથી ફર્નેશ ઓઈલ કાઢીને લઈ જવામાં આવી રહ્યુ હતુ જે ગેરકાયદેસર રીતે અને કસ્ટમના કાયદા વિરૂદ્ધની કામગીરી ગણવામાં આવી રહી છે. વિદેશી શીપપમાંથી ફર્નેશ ઓઈલની ચોરી અને શંકાસ્પદ વિદેશી ચલણ મળ્યા બાબતે કસ્ટમ વિભાગ તો હાલમાં સત્તાવાર રીતે કઈ જ બોલવા તૈયાર નથી. અને આ મામલે કંઈ કેહવાથી તેઓ બચી રહ્યા છે. ત્યારે આ કેસમાં જો તટસ્થ તપાસ થશે અને કુલડીમાં ગોળ ભાંગવામાં નહી આવે તો આ રીતે આયોજનબદ્ધ રીતે જ ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ થવા પામી શકે તેમ જાણકારો માની રહ્યા છે.

અગાઉ આ પાર્ટી કંડલામાં આવા જ સ્લઝના નામે ડિજલકાંડમાં રહી હતી ચકચારમાં.!

ગાંધીધામ : જામનગરમાં સિક્કામાં હાલમાં કસ્ટમના રડારમાં જે એજન્સી ચડી જવા પામી છે તે અગાઉ પણ આવા જ કૌભાંડને લઈને કંડલા બંદરમાં પણ ચકચારમાં રહી હોવાનુ મનાય છે. અગાઉ આ જ સંચાલકો હતા પરંતુ પેઢીનું નામ તે વખતે અલગ હતુ. પરંતુ સ્લઝના નામે તેઓ ડીઝલ કાઢતા હોવા મામલે કંડલામાં અગાઉ કસ્ટમના હથ્થે ચડી ચુકયા હોવાનુ ચર્ચાય છે.

સેમ્પલીંગમાં કુલડીમાં ગોળ ન ભંગાય..!

ગાંધીધામ : જામનગરના સિક્કા વિસ્તારમાંથી કચ્છ સલગ્ન શીપીંગ પેઢી દ્વારા સ્લઝ-કળદાના બહારને ફર્નેશ એાઈલ કાઢવામાં આવતા હેાવાનો ખુલાસો થયો છે ત્યારે કસ્ટમ દ્વારા અહી જહાજ સિઝ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને જે જથ્થો છે તે હકીકતમા ફર્નેશ છે કે પછી મિક્ષ ઓઈલ છે તેના પૃથકરણ માટે કસ્ટમની લેબમાં સેમ્પલો મોકલી આપવામાં આવ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, સ્લઝ-મીક્ષ ઓઈલ અને ડીઝલ ચોરીમાં પાતળી ભેદરેખાઓ હોવાથી કયાંક ને કયાંક વહીવટનો વજન મુકાઈ જાય તો આ પેઢીને કલીનચીટ મળી શકે તેમ છે. જો આમ થશે તો કુલડીમાં ગોળ ભંગાઈ ગયુ તે સમજાય શકાય તેમ છે. એટલે ખરેખર આવા કેસમાં સેમ્પલીંગ તટસ્થાથી કરવુ જરૂરી છે.કસ્ટમ વિભાગ કેમ અંધારામાં..?

કંડલામાં શીપબ્રેકીંગના નામે પણ સ્લઝના બહાને ડિજલની થાય છે ચોરી

ગાંધીધામ : સિક્કામાં જે રીતે હાલમાં કસ્ટમવિભાગે ચોકકસ બાતમીના આધારે સ્લઝના નામે ડિજલ ફર્નેશ ઓઈલના કૌભાંડનો સંભવત પદાર્ફાશ કર્યો હોવાનુ મનાય છે ત્યારે જાણકારો કહી રહયા છે કે, કચ્છના બંદરો પર પણ આવા જ પ્રકારના ગતકડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. કહેવાય છે કે કંડલામાં શીપ્રબેકીંગના નામે જે યાર્ડ છે ત્યા પણ આવા જ પ્રકારના મિસડીકલેરેશન મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. અહી કસ્ટમવિભાગ કેમ જામનગરના સિક્કાવાળી કાર્યવાહી-લાલઆંખ કરી નથી દેખાડતા?

ફર્નેશ ઓઈલ સાથે વિદેશી હુંડીયામણ ઝડપાયુનો ધડાકો

ગાંધીધામ : સિક્કામાં જહાજમાંથી જે બાર્જમાં ફર્નેશ ઓઈલ લોડીગ થઈ રહ્યુ હતુ ત્યાથી કસ્ટમવિભાગને વિદેશી હુંડીયામણ પણ હાથ લાગ્યુ હોવાનુ ચર્ચાય છે. કસટમની આ કામગીરી આખી રાત ચાલી હતી. અહી મોટી વાત બીજી એ પણ બહાર આવી રહી છે કે, ફર્નેશ ઓઈલની સાથે તપાસ દરમ્યાન કસ્ટમવિભાગને વિદેશી ચલણ(ડોલર)નો પણ મોટો જથ્થો હાથ લાગ્યો છે જેનો કબ્જો લઈ અને તે રકમ પણ કસ્ટમે જ હસ્તગત કરી લીધી હોવાનુ મનાય છે. આ મામલે જો કે, અલગથી તપાસ શરૂ કરવામા આવી હોવાનુ કહેવાય છે.

સ્લઝનાનામે ડીજલ ચોરી કરનાર સામે ડીઆરઆઈ સહિતની એજન્સીઓ ત્રાટકે

ગાંધીધામ : મિસડીકલેરેશન કારો ડયુટીચોરી માટે ભળતાવળતા પદાર્થોની આયાત-નિકાસમાં ઘોટાળાઓને અંજામ આપી અને મોટી કરચોરી કરી રહ્યા છે. હાલમાં સિક્કામાં પણ જે રીતે સ્લ્ઝ એટલે જહાજમાંથી નીકળતા વેસ્ટ કળદા-કચરાવાળા પ્રવાહીના નિકાલના બહાને રીતસરનો ઓઈલનો જ જથ્થો ઠલવાઈ રહ્યો હતો અને તે પણ જહાજમાથી બાર્જમાં ઠલવાતી વેળાએ જ ઝડપાઈ જવા પામ્યો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આવી પેઢીઓની સામે તો ગાંધીધામ-અમદાવાદ સહિતની ડીઆરઆઈ ઉપરાંતની એજન્સીઓએ પણ તપાસ કરવી જોઈએ. કસ્ટમે તો અહી જાગૃતી દાખવી છે પરંત ુહવે સેમ્પલીંગમાં આ કાંડમાં સંકેલો ન થઈ જાય તે માટે ડીઆરઆઈએ પણ કડકાઈથી તપાસમાં ઝંપલાવવુ જ જોઈએ.

સિક્કામાં શું રિવોલ્યુશન રીફાઈનરી ઝપ્ટે ચડી ? કચ્છની આલમમાં ચર્ચાઓ તેજવિદેશી જહાજમા ફર્નેશ ઓઈલ સપ્લાય કરનાર સપ્લાયર દ્વારા ૧૦૦ ટનની પરવાનગી સામે ૩૦૦ ટન માલ સપ્લાય કરી કસ્ટમડયુટીચોરીનો કારસો રચાતો હોવાની પ્રાથમિક આશંકાસબંધિત વેશલ્સના કેપ્ટન અથવા તો માસ્ટર કે પછી ચીફ ઓફીસર તથા મટીરીયલ સપ્લાય કરનાર સપ્લાયર્સની અહી દેખાઈ રહી છે મુખ્ય સુત્રધાર તરીકેની ભૂમિકામાં..!૬૦ હજાર ડોલર(પ૦ લાખ ભારતીય રૂપીયા)ની લાંચ સ્વીકારનાર જહાજના માસ્ટરનું લાયસન્સ થવુ જોઈએ રદ, તો સપ્લાય તરીકે જે કોઈ પેઢી હોય તેના પણ પરવાના થવા જોઈએ કેન્સલ..!ગાંધીધામ : સિક્કામાં ફર્નેશ ઓઈલ સપ્લાયમાં અન્ડરવેલ્યુશન કાંડ આચરવાના કાંડની ચર્ચા પાછલા બે દીવસથી જોરશેરથી ચાલી રહી છેી ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં રીવોલ્યુશન રીફાઈનરી તો ઝપ્ટે ચડવા નથી પામી ગઈ ને? એમ પણ કહેવાય છે કે, ફર્નેશ ઓઈલ વિદેશથી આવતા બન્કરોને સપ્લાય કરવાનો થતો હોય છે જેની ચોકકસ માપદંડ અને કવોન્ટીટી અનુસારની પરવાનગી રહેતી હોય છે. હવે માની લ્યો કે, આ સપ્લાયસને ૧૦૦ટનની પરવાનગી હતી અને તેની સામે તેઓ ૪૦૦ ટન માલ ઉતારતા જડપાઈ ગયા છે તો કસ્ટમ ડયુટીની ૩૦૦ ટન ઉપરની મોટી ચોરી જ થયેલી દેખાવવા પામી રહી છે. આવા રોજ બરોજના કેટલો માલ જે-તે પેઢીએ સપ્લાય કર્યો છે? તેની પાછળ કસ્ટમ ડયુટીનો આંક કેટલો વિકરાળ હોઈ શકે છે? તે પણ વિચાર માગી લે તેમ છે. ઉપરાંત અહી સવાલ એ થાય છે કે, હવે વિદેશથી આવેલા જહાજ-બન્કરમાં જે ફર્નેશ ઓઈલ આપવાની વાત હતી તેંના માસ્ટરની સંડોવણી વગર આ પ્રકારનુ કૌભાંડ આચરી ન શકાય. અને જે-તે માસ્ટર પણ ૧૦૦ ટનની સાચી જરૂરીયાત અને વપરાશની સામે ૪૦૦ ટન માલ લીધા હોવાના કાગળો તૈયાર કરી આપતો હોય તો તે વિદેશી હુંંડીયામણમાં જ લાંચ સ્વીકારે તે સહજ બની રહી છે અને તેથી જ ૬૦ હજાર ડોલર આ જહાજમાંથી એજન્સીને મળી ગયા હોવાનુ દેખાવવા પામી રહ્યુ છે.જો કે, બીજીતરફ રીવોલ્યુનશી રીફાનરીના જવાબદારો આ પ્રકારના કોઈ જ ઘોટાળામા તેઓ સામેલ હોવાની વાતને નકારી રહ્યા છે તો વળી જામગનર કસ્ટમના કમિશ્નર શ્રી રામનિવાસજી સહિતનાઓ હાલના તબક્કે તપાસના હિતાથે આ કેસ બાબતે કંઈ જ બોલવા તૈયાર નથી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *