ઇન્ડો-ડચ પ્રોજેકટ અંતર્ગત નેધરલેન્ડ દેશના કૃષિ નિષ્ણાતનું ગુજરાતના અરવલ્લી જિલ્લામાં સ્વાગત છે

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ભારત સરકાર દ્વારા નેધરલેન્ડ સરકાર સાથે બાગાયત સંલગ્ન વિવિધ આધુનિક ટેકનોલોજી દેશનાં અને ગુજરાત રાજ્યનાં ખેડૂતો અપનાવે તથા સારી ગુણવત્તાના બિયારણ પેદા કરી વધુમાં વધુ આવક મેળવે તે હેતુસર કરાર કરવામાં આવેલ છે.જે કરારનાં ભાગરૂપે નેધરલેન્ડથી બટાટાના નિષ્ણાંત એવા હાર્મ ગ્રોએનવેગ આજે અરવલ્લી જિલ્લાના દોલપુર કંપા, ગારૂડી કંપા, એમ.એસ.ઇન્ટરનેશનલ તથા ગોપાલ સ્નેક્સ પ્રા.લી. ખાતે બટાટાના ખેતરો, કોલ્ડ સ્ટોરેજ, બટાટાના નિકાસ તેમજ તેના મૂલ્યવર્ધન ની મુલાકાત લીધી, ત્યારે તેમણે જીલ્લાના ખેડુતોને બટાટાની ખેતી માટે ઉત્તમ ગુણવત્તાનાં બિયારણ, બટાકાની આધુનિક ખેતી અપનાવી નિકાસલક્ષી ઉત્પાદન, રોગ-જીવાત નિયંત્રણ, સ્ટોરેજ વ્યવસ્થાપન અને બજાર વ્યવસ્થાપન અંગે માહિતગાર કર્યાં.આ દરમિયાન નેધરલેન્ડના બટાટાના નિષ્ણાંતશ્રી હાર્મ ગ્રોએનવેગ તથા ગાંધીનગર થી નાયબ બાગાયત નિયામક, પી. કે. કેવડિયા સાથે નાયબ બાગાયત નિયામક-અરવલ્લી, ભાવિકભાઈ કરપટિયા, નાયબ બાગાયત નિયામક-સાબરકાંઠા શ્રી ડી. એમ. પટેલ તથા બાગાયત અધિકારી એ.પી.પટેલ હાજર રહી બટાટાની ગુણવત્તાથી લઈ સ્ટોરેજ વ્યવસ્થાપન, નિકાસ અને મૂલ્યવર્ધન અંગે ચર્ચા વિચારણા કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *