ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી
સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે એક “સખી ” બની તેમના તુટતા પરિવારને જોડવામાં મદદરુપ થયા,ભારત સરકાર પુરસ્ક્રુત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય -ગાંધીનગર તેમજ પરખ સંસ્થા હિંમતનગર સંચાલિત ” સખી વન સ્ટોપ સેન્ટર -અરવલ્લી ,મોડાસામાં નવી સિવિલ કેમ્પસમાં, જિલ્લા સેવા સદનની બાજુમાં ખાતે કાર્યરત છે. આ સેન્ટરમાં જાહેર અને ખાનગી સ્થેળે કોઇપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓને કોઇપણ જાતના ભેદભાવ સરકારની સંકલિત સેવાઓ જેવી કે તબીબી સહાય, કાયદાકીય માર્ગદર્શન અને સહાય, પોલિસ સહાય, પરામર્શ, અને હંગામી ધોરણે આશ્રય આપવામાં આવે છે.મહિલાઓને ‘સખી વન સ્ટોપ સેન્ટર માંં આશ્રય દરમ્યાન રોજિંદી જીવન જરુરિયાતની તમામ વસ્તુઓની કીટ પુરી પાડવામાં આવે છે તેમજ મહિલાઓના પ્રશ્નોનુ સંતોષકારક સમાધાન કરવામાં આવે છે.નવેમ્બર -૨૦૧૯ થી અત્યાર સુધી ૩૫૯ મહિલાઓએ લાભ લીધો છે. જેમા હાલ સખી વન સ્ટોપ સેન્ટરમા પાંચ બેનોને સાથે આશ્રય લઈ રહી છે ,સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે એક “સખી ” બની તેમના તુટતા પરિવારને જોડવામાં મદદરુપ બની છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં જઈ “સખી” વન સ્ટોપ સેન્ટરની કામગીરીની તથા મહિલાલક્ષી યોજનાઓનુ માર્ગદર્શન પુરુ પાડવાનુ કાર્ય કરી રહી છે.