અરવલ્લી જિલ્લામાં 181 મહિલા હેલ્પલાઇનની સરાહનીય કામગીરી


ગુજરાતની મહિલાઓને અભય બનાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન


ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

મહિલાઓની સુરક્ષા તથા મહિલા સશક્તિકરણના વિશેષ હેતુથી ‘181 અભયમ્’ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલું હિંસા બની રહી હોય અથવા એવો ભય હોય તો તે ‘Mahila Helpline Number 181” પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રિસાઇને નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
મોડાસા ખાતે 181 મહિલા હેલ્પલાઇન પર ટાઉન પોલીસ સ્ટેશન થી ટેલીફોનિક વર્ધી નોંધાવેલ કે એક બહેન પોલીસ સ્ટેશનમાં આવેલ છે,અને બહુ રડે છે જેઓ બાયડના છે એમ જણાવે છે તો તેમના કાઉન્સિલિંગ માટે 181 મહિલા હેલ્પલાઇન ની મદદ માગવામાં આવી અને બહેનનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે ચાર દિવસ પહેલા પતિ જોડે ઝઘડો થતાં તેઓ ઘરેથી નીકળી ગયા છે, અભયમ ટીમ દ્વારા પરિવારનું સંપર્ક કરી તેમના ઘરે પોહ્ચ્યા અને ઘરે પહોંચતા ખબર પડી કે આ બહેન ચાર દિવસ પહેલા ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા અને આજુબાજુમાં તેમજ સગા સંબંધીઓમાં પણ તપાસ કરવામાં આવી પરંતુ આ બહેનની કોઈ માહિતી મળી નહોતી ત્યારે અભયમ ટિમ દ્વારા આ બેહેનને હેમખેમ ઘરે આવેલા જોઈ પરિવારે શાંતિ અનુભવી હતી તેમજ આ બહેનને સમજાવી તેમને ઘરે પરિવારને તેમના પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો.પરિવાર દ્વારા મહિલા હેલ્પલાઇન અને પોલીસનો આભાર વ્યક્તત કરવામાં આવ્યો.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *