વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “રાજ્ય સ્વાગત કાર્યક્રમ” યોજાયો

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઓનલાઈન નાગરિકોના સ્વાગત કાર્યક્રમના પ્રશ્નોના નિવારણ માટે પરામર્શ કર્યો

અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારિક સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા,સ્વાગત સેવાના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સ્વાગત ક્રાર્યક્રમના બે દાયકાની ઉજવણી કરવામાં આવી.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦ વર્ષ પહેલા શરૂ થયેલા સ્વાગત કાર્યક્રમના અરજદારો પૈકીનાં અમુક અરજદારો સાથે ઓનલાઈન વાર્તાલાપ કર્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ સ્વાગત કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓના નીતિવિષયક પ્રશ્નોનો સુચારુ નિકાલ કરવાના સ્તુત્ય પ્રયાસ કરાયા હતાં. “સ્વાગત કાર્યક્રમ”ની ૨૦ વર્ષ ની ગાથા આલેખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ આ પ્રસંગે રજુ કરાઈ હતી.આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગત કાર્યક્રમ વિશે ક્હ્યું કે એક નાના બીજથી વટવૃક્ષ બનેલા આ કાર્યક્રમની સફળતા સાચા હક્કદાર ગુજરાતના જાગૃત નાગરિકોને ગણાવ્યા હતા. તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું આ મોડલ દુનિયાભરમાં સ્વીકૃતિ પામ્યું છે, તેની અલગ ઓળખ ઊભી થઈ છે. “સ્વાગત કાર્યક્રમ”ને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે, જે તેની સફળતાનો પુરાવો છે.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, DRDA ડાયરેક્ટરશ્રી આર. એન. કુચારા,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર સહીત અન્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *