ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

જિલ્લા રોજગાર વિનીમય કચેરી મોડાસા દ્વારા યોજાયેલ ૩૦ દિવસીય સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમમાંથી અગ્નીવીર આર્મી ભરતીમાં ત્રણ તાલીમાર્થીઓની પસંદગી.અરવલ્લી જિલ્લાની રોજગાર કચેરી મોડાસા દ્વારા ૩૦ દિવસીય લશ્કરી ભરતીપૂર્વે નિ:શુલ્ક સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ યોજવામાં આવી હતી.જેમાં અગ્નીવીર-લશ્કરી ભરતીમાં જોડાવવા માંગતા ૬૦ વિદ્યાર્થીઓને રહેવા-જમવા સાથે ફીજીકલ ટ્રેનીંગ અને લેખિત પરીક્ષા માટેની તાલીમ આપવામાં આવી હતી.જેમાંથી ત્રણ તાલીમાર્થીઓ એ સફળતાપૂર્વક ફીજીકલ ટ્રેનીંગ અને લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ જીલ્લાનું નામ રોશન કર્યું છે. મોડાસાના હથીપુરા ગામના પગી કિશનકુમાર, ભિલોડાના ઓડ ગામના ગામેતી ગીરીશકુમાર અને મોડાસાના રાજલી ગામના પરમાર વિશાલકુમાર એમ ત્રણે વિદ્યાર્થીઓની પસંદગી થતાં તેઓ જનરલ ડ્યુટીની જગ્યા માટે હાજર થઈને હાલ આર્મી કેમ્પ ખાતે તાલીમ મેળવી રહેલ છે. જે બદલ જિલ્લા રોજગાર કચેરી મોડાસા સહિત જિલ્લા વહીવટી તંત્ર સર્વેને અભિનંદન તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબખુબ શુભકામનાઓ પાઠવે છે.