અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પરીકની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોડાસા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી પ્રશસ્તિ પરીકની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી.બેઠકમાં બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા તરફથી મળેલા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ. અધિકારીશ્રીઓ દ્વારા પ્રશ્નોના યોગ્ય નિકાલ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. બેઠકમાં વન વિસ્તરણ, વૃક્ષારોપણ, ગૌચર જમીન, નલ સે જલ યોજના, જિલ્લામાં ગુનાખોરી, જિલ્લામાં ચાલતા ઈંટવાડા, ગ્રામ પંચાયત વિસ્તરણ, દારૂ નાશ, આંગણવાડીના કામો, નરેગા યોજના, રોડ રિસર્ફેસિંગની કામગીરી, કુપોષિત બાળકો માટેની યોજના, પશુ સારવાર જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *