અરવલ્લી જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભેંસાવાડા,તાલુકા-ધનસુરા નેરાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ અને એવોર્ડ મળ્યો.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

NQAS  અંતર્ગત પ્રમાણિત નૅશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ NQAS અંતર્ગત કેન્દ્ર સરકાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ ઍન્ડ વેલનેસ કેન્દ્રોની આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટીફીકેટ અપાય છે. આ પ્રક્રિયા દરમ્યાન આરોગ્ય વિભાગના સ્ટાફનું આરોગ્યલક્ષી જ્ઞાન રજીસ્ટર અને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ સમાવેશ કરવામાં આવે છે
NQAS અંતર્ગત આરોગ્ય સેવાઓની ગુણવત્તાની ચકાસણીમાં સગર્ભા પ્રસૂતાની સેવા, બાલ સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપીરોગનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની ગુણવત્તાની ખાતરી રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા તા.૨૬,૨૭ એપ્રીલ ૨૦૨૩    ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભેંસાવાડા, તાલુકા-ધનસુરા ખાતે કરવામાં આવેલ.
વર્ષ 2023-24 દરમ્યાન અરવલ્લી જીલ્લામાં ધનસુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભેંસાવાડા ખાતે ચકાસણી કરવામાં આવી તેમા  94.63 % સાથે તમામ માપદંડોમાં ખરા ઉતરતા તેમને NQAS પ્રમાણ પત્ર આપવામાં આવ્યું.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભેંસાવાડાની ઓપીડી,લેબોરેટરી,આઇપીડી,નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમીનીસ્ટ્રેટીવ બાબતે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમે મૂલ્યાંકન કર્યું હતું. દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભેંસાવાડાને રાષ્ટ્રીય ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ અને એવોર્ડ મળતા કેન્દ્ર સરકાર દ્વારા વધારાની ૩ લાખ રૂ. ની ગ્રાન્ટ ત્રણ વર્ષ સુધી આપવામાં આવશે. પરીણામે આરોગ્ય સેવાઓમાં વધારે સુધારો થશે અને વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો બહોળો લાભ મળી રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *