ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપી કપડાં તેમજ જીવન જરૂરિયાતની કીટ પૂરી પાડી
યુવતી તેમજ માતા-પિતાનું યોગ્ય કાઉન્સિલિંગ કરીને સુખદ મિલન કરાવતુ અરવલ્લી સખીવન સ્ટોપ સેન્ટર
“સખી” વન સ્ટોપ સેન્ટર,અરવલ્લી ખાતે આવેલ બેનની હકિકત એવી હતી કે બેનને તેમના બાજુના ગામના એક યુવક સાથે ત્રણ વર્ષથી પ્રેમ સમ્બંધ હતો અને બન્ને સાથે લગ્ન કરવાની પ્રોમિસ કરી હતી. પરંતુ ચાર-પાંચ દિવસથી યુવકે બેન સાથે વાત કરવાની બંધ કરી કરી અને બીજી જગ્યાએ તે યુવકે સગાઇ નક્કી કરી જેની જાણ બેનને થતા બેન તેમના ઘરે ગયા હતા. જેયાં તે યુવકની માતા અપશબ્દો બોલીને ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરેલ અને ૧૮૧ ની ટીમ બેનને તેના પિતાના ઘરે લઈ ગયા હતા પણ તેમના માતા-પિતાએ રાખવાની ના પાડતા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ છે.
સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ ધ્વારા બેનને આશ્રય આપી બેનને કપડા અને જીવન જરુરીયાતની ચીજ વસ્તુની કિટ આપવામાં આવેલ. કેંદ્ર સંચાલક ધ્વારા કાઉન્સેલિંગ કરી બેનને આશ્વાસન આપવામાં આવેલ. બીજા દિવસે સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે મેડિકલ સારવાર કરાવેલ અને ત્યારબાદ તે યુવકને અને તેમના પરિવારને સેન્ટર પર બોલાવી કાઉન્સેલિન્ગ કરી કાયદાકિય રીતે પણ સમજાવેલ પરંતુ તે રાખવા તૈયાર ન હતો અને બેન તેના માતા-પિતા જોડે જવા તૈયાર ન હતા. સખી વન સ્ટોપ સેન્ટરના કેસ વર્કર અને કેન્દ્ર સંચાલક ધ્વારા બેનનુ ચાર-પાંચ વાર કાઉન્સેલિન્ગ કરી તેમજ તેમના માતા-પિતાને પણ સેન્ટર પર બોલાવી સમજાવેલ. બેનને પોતાના માટે નિર્ણય લેવા સક્ષમ બનાવી બેન પોલિસ સ્ટેશનમા અરજી આપવા માંગતા હોઇ મહિલા પોલિસ સ્ટેશનમા અરજી કરાવેલ અને બેનના માતા-પિતાને સેંટર પર ફરી બોલાવવામા આવેલ અને કાઉન્સેલિંગ કરી સમજાવી બેનને માતા-પિતા સાથે સુખદ મિલન કરાવી પુન:સ્થાપન કરાવેલ છે.