કચ્છ: દશનામ ની દીકરીએ બી. એડ. સેમ -૨ માં ૮૭% મેળવી ગામ તથા સમાજ નું નામ રોશન કર્યું.

રમેશ ગોસ્વામી “સારથિ”

મૂળ સંઘડ હાલે અંતરજાળ માં રહેતા સુરેશગીરી રામગીરી ગોસ્વામી – ગીતાબેન ની સુપુત્રી સેજલગીરી એ બી. એડ. સેમ -૨ માં ૮૭% મેળવી ને ગામ તથા સમાજ નું નામ રોશન કર્યું હતું.
દાદા રામગીરી દયાલગીરી ગોસ્વામી,દાદી રતનબાઈ સંઘડ ગામ માં આવેલા અતિ પ્રાચિન મંદિર નાં પુજારી છે. જોગણી માતાજીના આ અતિ પ્રાચિન મંદિર માં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં થી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આવા ધર્મ પારાયણ પરિવાર માં થી આવતી સેજલ અભ્યાસ માં પહેલે થી જ આગળ છે. આ અગાઉ ડિપ્લોમા ઈન કોંપ્યુટર પણ કરેલ છે. બી. એ. ત્રણ વર્ષ ભુજ કોલેજ માં અને હાલે આદિપુર કોલેજ બી. એડ. અને એમ. એ. બેય ડિગ્રી સાથે કરે છે.ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ સમાજ અને વિસ્તાર માટે બનતું બધું કરી છૂટવા ની નેમ ધરાવે છે. વિકાસ માટે શિક્ષણ અતિ મહત્વ નું બની જાય છે એમ સેજલ જણાવે છે.દશનામ સમાજ દીકરી ની આ સિદ્ધિ બદલ સમાજ ના શ્રેષ્ઠીઓ, સમાજ ના લોકો , આગેવાનો એ સેજલ સુરેશગીરી ગોસ્વામી ને શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *