કચ્છ – ગુજરાત માં વાવાઝોડા ની આગાહી: ત્રણ દિવસ સ્કૂલ, કોલેજ બંધ રખાશે.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

હવામાન વિભાગ દ્વારા કચ્છ, ગુજરાત માં ત્રણ દિવસ વાવાઝોડા ની આગાહી કરી છે. તારીખ ૧૩ ,૧૪,૧૫ એમ ત્રણ દિવસ સ્કૂલ,કોલેજ બંધ રાખવા માં આવશે. ગુજરાત માં અમુક ઠેકાણે વરસાદ નાં ઝાપટાં પડ્યાં હતાં.. તો અમુક ઠેકાણે હવા નું જોર વધ્યું હતું. કંડલા બંદર નાં દરિયા માં પવન ફૂંકાતાં તંત્ર એલર્ટ બની ગયું હતું. દરિયા માં મોજાં ઉછાળા મારતાં માછીમારો ને અને દરિયા કિનારે વસવાટ કરતા લોકો ને દુર ખસેડાયા હતા. આગાહી નાં પગલે તંત્ર દ્વારા ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે. જાહેર કરવા માં આવેલ ગાઈડ લાઈન મુજબ વીજ થાંભલા થી દુર રહેવું, સુક્કો નાસ્તો રાખવો, એકમેક ને મદદ કરવી, પાણી પૂરતું રાખવું, મીણબતી અને ટોર્ચ હાથવગી રાખવી. આપદા વખતે ગભરાયા વિના શાંતિ થી એકબીજા ને મદદગાર બનવું. જાહેર કરવામાં આવેલ નંબર પર ઇમરજન્સી વખતે કૉલ કરી ને જરૂરી મદદ મેળવવી. પણ ખોટા ફોન કોલ્સ કરી ને તંત્ર ને હેરાન કરવું જોઈએ નહીં. વાવાઝોડા ની આગાહી નાં કારણે કચ્છ માં ત્રણ દિવસ સ્કૂલ ,કોલેજ બંધ રાખવા આવશે એવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.રાજ્ય નાં સાત જીલ્લાઓ માં ભારે થી અતિ ભારે નુકશાન ની ભિતી વ્યક્ત કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૮ માં ૯ જૂન નાં રોજ કંડલા અને કચ્છ ભર માં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં હજારો લોકો નાં જીવ ગયા હતા. તંત્ર દ્વારા સાવચેતી રાખવા ની અપીલ કરવા માં આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *