આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન સંદર્ભે સમગ્ર જિલ્લો યોગમય બન્યો છે

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લા, શિક્ષણ વિભાગ દ્વારા યોગાભ્યાસ તેમજ યોગ અંગેની જન જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન તા-19/06/2023 ના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં કરવામાં આવ્યું તે પૈકી જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ શ્રી એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલય,મોડાસામાં કરવામાં આવ્યો. શાળાના 1500 બાળકો યોગ,પ્રાણાયામ, ધ્યાનના આ કાર્યક્રમમાં જોડાયા. આ તબક્કે ડી.ઈ.ઓ. શ્રી જયેશભાઈ પટેલે YOGA FOR VASUDHAIV KUTUMBAKAM તેમજ G 20 અંગે તમામને માહિતગાર કર્યા હતા તેમજ યોગનું મહત્વ સમજાવી યોગ માટે પ્રોત્સાહિત કર્યા . યોગ શિક્ષકશ્રી રાજુભાઈએ પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવ્યો. આ તબક્કે ડી.ઈ.ઓ.કચેરીમાંથી મોડાસા તાલુકાના એ.ઈ.આઈશ્રી જયેન્દ્રકુમાર ભટ્ટ તેમજ અન્ય AEI શ્રીઓ ઉપસ્થિત રહી યોગાસનો કર્યા હતા. શાળાના આચાર્યશ્રી ડો.જીગ્નેશભાઈ સુથારે સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું. શાળાની વિદ્યાર્થીની કુ કનીકા પટેલે યોગ વિશે તથા શિક્ષકશ્રી હિતેશભાઈ પટેલે જી.20 વિષે મનનીય વક્તવ્ય આપેલ હતું. પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી વિનોદભાઈ પટેલે પુષ્પગુચ્છથી સૌને આવકારેલ જ્યારે આચાર્યશ્રી અંગ્રેજી માધ્યમ દુર્ગાબેનએ આભાર વિધિ કરેલ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *