ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

સખી મંડળ યોજના એટલે મહિલા સશક્તિકરણ નું આગવું ઉદાહરણ,ગુજરાત સરકાર હર હંમેશ મહિલાઓની સુરક્ષા, સન્માન અને મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવામાં અડીખમ રહી છે. રાજ્ય સરકાર દ્વારા સખી મંડળ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના એટલે મહિલા સશક્તિકરણ નું ઉદાહરણ છે, અંતરિયાળ ગામની મહિલાઓને કૌશલ્યની તાલીમ આપી તેમને પગભર બનાવી આર્થિક સફળતા આપવામાં સખી મંડળ એક મહત્વની યોજના સાબિત થઈ રહી છે.અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરપોટિયા ગામની બહેનો સખી મંડળ દ્વારા કિચન ગાર્ડનની પ્રવૃત્તિથી પગભર બની છે.જય સધી સીકોતર માં સખી મંડળની સભ્ય કોતવાલ રેવાબેન સુખાજી જણાવે છે કે, ‘આ મંડળ દ્વારા કિચન ગાર્ડનની પ્રવુતિ કરીએ છીએ અને સખી મંડળની બહેનોને ઘેર ઘેર શાકભાજી તથા ફુલછોડ વાવી બહેનોને આર્થિક લાભ મળી રહે છે તેમજ સખી મંડળની બહેનોના પરિવારને મદદ મળે છે.આમ જય સધી સીકોતર માં સખી મંડળ ધ્વારા થતી આવક અને કેશક્રેડિટના ઉપયોગ ધ્વારા બહેનોમાં આત્મવિશ્વાસ વધ્યો અને પરસ્પર જુથ ભાવનાનો વિકાસ સાથે, એનેક લાભ થયા છે.કેશક્રેડિટની ભરપાઈ માસિક હપ્તે નિયમિતિ કરે છે. જેના થકી મંડળની બહેનોને રોજગારી પણ મળતી થઇ છે અને મંડળ ની આથિક પ્રગતિમા દિવસો દિવસ વધારો થઈ રહ્યો છે.’