પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ, પ્રભારી, આઈ.ટી. સેલ અને મહિલા સેલની ચુટણી યોજાઇ – ચારેય હોદ્દાઓ બિન હરીફ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વિશ્વ સ્તરિય પત્રકારોની સૌથી મોટી સંસ્થા પત્રકાર એકતા પરિષદના મુખ્ય ચારેય હોદ્દાઓની બે વર્ષની મુદ્દત પુર્ણ થતા ચુંટણી યોજાઇ હતી, જેમા ચારેય પદ પર બિન હરિફ ઉમેદવારો વિજયી બન્યા હતા.

તીર્થ ધામ પાલીતાણાના અંકીબાઇ ધર્મશાળા ના હોલમાં પત્રકાર એકતા પરિષદની ચુંટણી પ્રક્રીયા યોજવામાં આવી હતી. જેમાં ચુંટણી અધિકારી તરિકે ભાવનગર ના વરિષ્ઠ પત્રકાર ઉદયભાઇ રાઠોડની દેખરેખ હેઠળ ચુંટણી પ્રક્રીયા યોજાઇ હતી.

ચુટણી અધિકરીશ્રી દ્વારા ક્રમશ: એક પછી એક ઠરાવનુ વાંચન કરી ઉમેદવારો માટેની ખરખાસ્ત માગતા પ્રદેશ અધ્યક્ષ તરિકે એકસુરે પાછલી બે ટર્મથી કાર્યરત શ્રી લાભુભાઇ કાત્રોડીયાનુ નામ આવતા બિન હરીફ ચુંટાઈ આવ્યા હતા તેમજ પ્રભારી તરીકે નામની દરખાસ્ત માગતા સંગઠનમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળતા ગીરવાનસિંહના નામની દરખાસ્ત આવતા અન્ય હોદ્દેદારશ્રીઓને પણ દરખાસ્ત માટે પુછતા અંતે ગીરવાનસિંહ બિન હરીફ પ્રદેશ પ્રભારિ તરીકે ચુંટાઈ આવ્યા હતા.પ્રદેશ આઈ.ટી.સેલના પ્રમુખ માટે નામની દરખાસ્ત માગતા સંગઠનના પ્રથમ દિવસથી કાર્યરત તેમજ સંગઠનના પ્રચાર પ્રસાર અને મેનેજમેંન્ટમા અગ્રેસર એવા સમીરભાઇ બાવાણીનુ નામ એક સુરે તમામ હોદ્દેદારશ્રીઓ દ્વારા આપવામાં આવતા પ્રદેશ આઇ.ટી.સેલ પ્રમુખ તરીકે સમીરભાઇ બાવાણી બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા.પ્રદેશ મહિલા સેલ ના અધ્યક્ષ માટે નામની દરખાસ્ત માગતા એકી સાથે ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ અંતે પત્રકાર એકતા પરિષદના મુખ્ય સુત્ર એકતાને સાર્થક કરતા તમામ ઉમેદવારો ચર્ચા વિમર્શ કરી ત્રણ ઉમેદવારોએ દાવેદારી પરત ખેંચી હતી અને અંતે સંગઠનમાં પ્રદેશ મહામંત્રીનો કાર્યભાર સંભાળતા સમીમબેન પટેલ બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા.તમામ હોદ્દાઓ બીનહરીફ ચુંટાઈ આવતા સભાખંડ પત્રકાર એકતા જીંદાબાદ ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.અંતે સૌ સાથે ભોજન લઈ અધિવેશન માટેની તૈયારીઓ શરૂ કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *