ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત

વિહોતર વિકાસ મંચ દ્રારા પાટણના ખીમિયાણા ગામે હીરા શંકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ખાતે વૃક્ષારોપણ તેમજ ધાબળા (શાલ) વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં પૂર્વ પંચાયત મંત્રી શ્રી રણછોડભાઈ રબારી સહિત વિહોતર વિકાસ મંચ ના પ્રદેશ તેમજ તાલુકા જિલ્લાના અનેક હોદ્દેદારો સહિત રબારી સમાજના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું આયોજન વિહોતર વિકાસ મંચ દ્રારા કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ પંચાયત મંત્રી શ્રી રણછોડભાઈ રબારી તથા વિહોતર વિકાસ મંચના હોદ્દેદારો તથા મહિલા મોરચા ના હોદ્દેદારો તથા સમાજના આગેવાનો ના હસ્તે વૃક્ષારોપણ તેમજ ધાબળા (શાલ) વિતરણનું આયોજન કરવાંમાં આવ્યું હતું.આ પ્રસંગે વિહોતર વિકાસ મંચના પ્રદેશ અધ્યક્ષશ્રી* એ જણાવ્યું હતું કે સંગઠન દ્રારા આગામી સમયમાં જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં શૈક્ષણિક કેમ્પ તેમજ રોજગાર કેમ્પ તથા આરોગ્યલક્ષી કાર્યક્રમો ગુજરાતભરમાં કરી સમાજમાં ઉત્ક્રાંતિ લાવવામાં આવશે અને સમાજને જ્યાં પણ જરૂર હશે ત્યાં સામાજિક સંગઠન સેવાકીય પ્રવૂતિ માં તૈયાર રહેશે..



