અહેવાલ અનીસ શેખ

ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી પાસ થયેલા ઘર માં વ્યવહાર મા કરીહતી ૫૦૦૦ રૂપિયા ની માંગ
વલસાડ જિલ્લા ના દરેક ગામો મા પ્રધાન મંત્રી આવાસ યોજના ના ઘર આવે તો સરપંચ કે ડેપ્યુટી સરપંચ કે પછી તલાટી દ્વારા લાભાર્થી પાસેથી વ્યવહાર પેટે રૂપિયા માંગાતા હોવાની લોક મુખે ચર્ચા..
ટ્રેપીંગ અધિકારી ઓ મા શ્રી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી : શ્રીમતી એ.કે.ચૌહાણ, I/C મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત ની ટીમ જોડાઈ હતી.

આ કામના ફરીયાદીના કૌટુંબીક ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી મકાન મંજુર થયેલ અને જે યોજનાના રૂપિયા બે હપ્તામાં તેઓના બેંક એકાઉન્ટમાં રૂા.૧,૧૦,૦૦૦/- જમા થયેલ હોય જે મકાન મંજુર થયેલ તેના વ્યવહાર પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂા.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે પૈકીના રૂા.૧,૦૦૦/- અગાઉ આરોપીએ ફરીયાદી પાસેથી લઇ લીધેલ અને બાકીના રૂા.૪,૦૦૦/- ની માંગણી કરતા હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૪,૦૦૦/- ની લાંચની માંગણી કરી, રકમ સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા હતો . આરોપીને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે..