વિશ્વવિખ્યાત હોકીનાં જાદુગર મેજર ધ્યાનચંદની ૧૧૮મી જન્મજયંતિની ઉજવણી બી-કનઈ શાળા દ્વારા હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી             

વિદ્યાર્થી જીવનમાં અભ્યાસની સાથે સાથે શિસ્ત, સંયમ, સાહસ અને શૌર્યની કેળવણી પણ જરૂરી છે અને તેના ભાગરૂપે રમત ગમત સાથે યોગાનું મહત્વ ખૂબજ રહેલું છે આથી ભારતીય મૂળનાં હોકીનાં જાદુગર તરીકે દુનિયાભરમાં ખ્યાતનામ તેવા મેજર ધ્યાનચંદની જન્મજયંતિને જયારે પુરા ભારત દેશમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોડાસા શહેરની બી- કનઈ સીબીએસઈ શાળા દ્વારા તારીખ ૨૯-૦૮-૨૦૨૩ના રોજ રમત ગમતનાં આ પર્વની ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી. રમત ગમતનાં આ પર્વને યાદગાર બનાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યનમસ્કાર, રિંગ ડાન્સ, સ્કેટિંગ ડાન્સ,પિરામિડ, લાઈવ ટેકવેન્ડો ફાઇટ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર સંકલન કરીને પ્રાર્થના સભામાં તેને દર્શવવામાં આવી હતી. શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી જે. પી ઉપાધ્યાય સાહેબશ્રીએ વિદ્યાર્થી જીવનમાં રમત ગમતનું વિશેષ મહત્વ પર ભાર મૂકી પ્રેરક માર્ગદર્શન પૂરું પાળ્યું હતું. શાળાનાં આચાર્ય શ્રી કુંદનસિંહ જોદ્ધા સાહેબશ્રીએ મેજર ધ્યાન ચંદને યાદ કરીને તેમના વિશાળ વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો હતો. શાળાના કાર્યક્રમનું સફળ સંચાલન કરવા બદલ શાળાના વ્યાયમ શિક્ષકશ્રી દેવેન્દ્ર લેઉવા, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કિર્તન ચૌધરી, શ્રીમતી જાગૃતિ ત્રિવેદી અને શિક્ષિકા પ્રિયા શર્માનું શાબ્દિક અભિવાદન કરીને સૌને “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની શુભકામનાઓ પાઠવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *