ભારત સરકારશ્રીની PM-KISAN સમ્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓને આગામી ૧૫ મો હપ્તો જે લાભાર્થીઓએ e KYC ,લેંન્ડ સીડીંગ તેમજ આધાર સીડીંગ અને DBT અનેબલ કરાવેલ હશે તેવા લાભાર્થીઓને જ જમા થનાર છે.જે અનુસંધાને અરવલ્લી જિલ્લાના જે લાભાર્થીઓનું e KYC ,લેંન્ડ સીડીંગ તેમજ આધાર સીડીંગ અને DBT અનેબલ કરાવવાનું બાકી છે તેઓએ આગામી અઠવાડીયામાં સદર કામગીરી પૂર્ણ કરવા અનુરોધ છે. ઉપરોક્ત કામગીરી અર્થે વધુ વિગત માટે આપના ગ્રામ સેવકશ્રી,તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી), મદદનીશ ખેતી નિયામકશ્રી(પેટા વિભાગ) ,મોડાસા તથા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી,અરવલ્લી જિલા પંચાયત ,મોડાસા તેમજ આધાર સીડીંગ અને DBT અનેબલ માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને બેંક પાસ બુકની નકલ સંલગ્ન બેંક શાખાનો સંપર્ક કરવા વિનંતી છે.
