ગમતી નિશાળના ગમતા ગણપતિ.ગણેશ ચતુર્થીને દિવસે બાળકોએ કરી સંકુલમાં સ્થાપના.(પાલનપુર)

અહેવાલ:- કુંદનકુમાર પરમાર

સમગ્ર દેશમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. અત્યારે તો કચેરીઓ, સંસ્થાઓ અને શોપિંગ સેન્ટરમાં ગણેશ સ્થાપન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.


આજ રોજ ગણેશ ચતુર્થીના દિવસે ગમતી નિશાળ ખાતે બાળકોએ ગમતા ગણેશજી ની સ્થાપના કરી હતી. આ આયોજનમાં સંકુલ ખાતે ગમતી નિશાળના ચેરમેન ડૉ.જીગર જોષી અને લેખક, ઇનોવેટર અને ગમતી નિશાળના સંયોજક ડૉ.ભાવેશ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર અને બાળકો સાથે વાલીઓ આ પૂજા અને સ્થાપન વિધિમાં જોડાયા હતા. ગમતી નિશાળ ખાતે દગડુ શેઠના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આ અંગે શાળાના આચાર્ય દ્વારા પાલનપુર શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *