કલામહાકુંભ – ૨૦૨૩-૨૪-વિવિધ ચાર વયજૂથ ની સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનય વિભાગમાં સ્પર્ધા યોજાશે

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

કલામહાકુંભમાં ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૪/૧૦/૨૦૨૩

રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સાંસ્કૃતિકમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા ચાલું વર્ષે રાજ્યમાં કલામહાકુંભ-૨૦૨૩-૨૪માં વિવિધ ચાર વયજૂથ ની સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનય વિભાગમાં સ્પર્ધા યોજાશે. તાલુકાકક્ષાએથી શરૂ થતી કુલ -૧૪ કૃતી જેમાં  વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, હાર્મોનિયમ (હળવું), તબલા,એક પાત્રીય અભિનય અને સીધી જિલ્લાકક્ષએ શરૂ થતી સ્પર્ધા કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલબેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)ની સ્પર્ધાઓ થશે. સિતાર, ગિટાર, વાંસળી, વાયોલીન,  કુચીપુડી, ઓડીસી, મોહિનીઅટ્ટમ નું આયોજન સીધી પ્રદેશકક્ષાથી અને પખાવજ, મૃદંગમ, રાવણ હથ્થો, જોડિયા પાવા,  સરોદ, સારંગી, ભવાઈ વગેરે કૃતિઓ સીધી રાજ્યકક્ષાએ યોજાશે. એમ કુલ-૩૭ ઇવેન્ટોની સ્પર્ધાઓનું આયોજન ૦૬ થી ૧૪, ૧૫ થી ૨૦, ૨૧ થી ૫૯ અને ૬૦ થી ઉપર (ઓપન ગૃપ) ફક્ત રાજ્યકક્ષાએ વયગૃપમાં કરવામાં આવનાર છે.                                

  જેમાં ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં. એ.એસ.૧૪,બીજો માળ, જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા, અરવલ્લી ખાતેથી મેળવી તા.૨૪/૧૦/૨૦૨૩ સુધી તાલુકાકક્ષાએથી શરૂ થતી કુલ ૧૪ સ્પર્ધાઓના ફોર્મ તેમજ જિલ્લા, પ્રદેશ અને રાજ્યકક્ષાના ફોર્મ નિયત નમુનામાં જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરીએ ઉપરોક્ત સરનામા મુજબ મોકલી આપવાના રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *