અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે મ.લા.ગાંધી કોલેજમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

પ્રાણીઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ, તેઓનું રક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી રાજ્યભરમાં તારીખ 2થી 8 ઓકટોબર 2023 દરમિયાન 33 જિલ્લા અને 250 તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે અરવલ્લી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આજરોજ મ.લા.ગાંધી કોલેજમાં વિસ્તરણ રેન્જ મોડાસા દ્વારા  વન્ય પ્રાણી સપ્તાહ 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી નિમિતે દયા ફાઉન્ડેશ તથા 1952 એમ્બ્યુલન્સના સ્ટાફ સાથે રહીને  વન્ય પ્રાણીઓ વિશે, દયા ફાઉન્ડેશનમાંથી રાજેશભાઈ કોટડ તથા વિસ્તરણ રેન્જ મોડાસા ના આર.એફ.ઓ. પી.વી.આંજણા સાહેબ એ ખૂબ સારી માહિતી આપી ત્યાર બાદ કૉલેજમાંથી ત્રિરંગા સર્કેલ સુધી કૉલેજના પ્રિન્સીપાલ,સ્ટાફ તથા વિદ્યાર્થીઓ, વનકર્મીનો તમામ સ્ટાફ, તથા દયા ફાઉન્ડેશન ના વોલન્ટીયર્સ બહુ મોટા પ્રમાણમાં  રેલીનું આયોજન કર્યું.

કાર્યક્રમમાં વિસ્તરણ રેન્જ મોડાસા ના આર.એફ.ઓ. શ્રી પી.વી.આંજણા, કૉલેજના પ્રિન્સીપાલ શ્રી, દયા ફાઉન્ડેશ તથા 1952 એમ્બ્યુલન્સના સ્ટાફ, વનકર્મીનો તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *