અરવલ્લી જીલ્લાના શામળાજી ખાતે આર્યજ્યોતિ વિદ્યાલયમાં નશાબંધી સપ્તાહ ઉજવણી કાર્યક્રમની પૂર્ણાહુતિ યોજાઈ

પુર્ણાહુતિ નિમિતે નશામુક્ત દૈત્ય દહનનું આયોજન કરવામાં આવ્યુ હતું

નશાબંધી સપ્તાહ ઉજવણી કાર્યક્રમની પૂર્ણાહુતિ અંતર્ગત નશાબંધી અને આબકારી ખાતુ સાબરકાંઠા-અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે આર્યજ્યોતિ વિદ્યાલય, શામળાજીમાં શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ ધ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ અને નશાબંધી અને વ્યસન મુક્તિ જેવા વિષયોના પ્રવચનથી બાળકોને જાગૃત કરાયા હતા. 

કાર્યક્રમની પૂર્ણાહુતિ નિમિત્તે આર્યજ્યોતિ વિદ્યાલય,શામળાજીના આચાર્યશ્રી એલ.બી.સુથાર એ શાબ્દિક સ્વાગત વિધિ કરી તથા ભારતીય વિદ્યા મંદિર, દાવલી ના આચાર્યશ્રી નરેશભાઈ પ્રજાપતિએ નશાબંધી વિશે સુંદર પ્રવચન આપ્યું હતું સાથે શાળાના મુ.શિ. શ્રી ડી.પી.પટેલ દ્વારા બ્લેક બોર્ડમાં ખુબ જ સુંદર નશાબંધીના ચિત્રો (સિમ્બોલ સાથે) દોર્યા હતા જે ચિત્રો દ્વારા તમામને નશો ન કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો તેમજ નશાબંધી અને આબકારી કચેરી હિંમતનગરના ઈ.ચા. ઈન્સપેક્ટર શ્રી કે.બી.પ્રજાપતિ ધ્વારા બાળકોને વ્યસન કરવાથી થતા નુકશાન અંગે સમજ આપવામાં આપી હતી. સાથે માનસી ચેરીટેબલ ટ્રસ્ટ હિંમતનગરના પ્રમુખ દ્વારા પુર્ણાહુતી નિમિતે નશામુક્ત દૈત્ય દહનનું આયોજન કરેલ હતું. 

કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી કચેરી હિંમતનગરના ઈ.ચા. ઈન્સપેક્ટર શ્રી કે.બી.પ્રજાપતિ, નિલમબેન ભટ્ટ, ટી.એમ.રાઠોડ, એમ.એમ.આહિર, જે.જે. પટેલ, પી.એમ.ચૌધરી તથા શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ અને શાળાના ૨૮૦ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *