શામળાજી પોલીસે સ્વીફ્ટ કારનો ફિલ્મીઢબે પીછો કરી 1.33 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગર અંધારામાં ફરાર

                  બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરો અંતરિયાળ માર્ગે વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે શામળાજી પોલીસે ગલીસીમરો ગામ નજીક પેટ્રોલિંગ હાથધરી સ્વીફ્ટ કારમાંથી 1.33 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો કારમાં રહેલ બુટલેગર અંધારામાં ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 

                   શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાન મેવડા-વીરપુર બોર્ડર તરફથી સ્વિફ્ટમાં વિદેશી દારૂ ભરી આવતા બુટલેગરો પોલીસજીપ જોઈ કાર રિવર્સ લઇ હંકારી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગરો રસ્તો ભૂલી જતા કાચા રસ્તા પર દોડાવી હતી આગળ રસ્તો ન હોવાથી બુટલેગરો કાર રોડ પર મૂકી અંધારામાં ઝાડી-ઝાંખરામાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી કારની તલાસી લેતા ડેકીમાં પ્લાસ્ટિકની કાળી બેગમાં અલગ પેકીંગ કરેલ વિદેશી દારૂની બોટલ નંગ-1079 કીં.રૂ.133200/- તેમજ કાર મળી કુલ.રૂ.633200/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *