ગોસ્વામી પરિવાર દ્વારા કચ્છ નાં ગુંદિયાળી માં યોજાશે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા મહોત્સવ

રમેશ ગોસ્વામી “સારથિ” દ્વારા.

કચ્છ: માંડવી તાલુકા નાં ગુંદિયાળી ગામ માં રામેશ્વર ધામ મધ્યે આગામી તારીખ ૧૮-૧૧-૨૦૨૩ શનિવાર નાં રોજ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા મહોત્સવ શરુ થશે. ૨૬-૧૧-૨૦૨૩ નાં રવિવાર નાં રોજ પૂર્ણાહુતિ થશે.પ. પૂ. હંસદેવગીરી ગોસ્વામી ( આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર) કથા નું રસપાન કરાવશે. પ. પૂ. મહંત શ્રી બુદ્ધગીરી બાપુ ( થાનાપતી, દશનામ જૂના અખાડા, જૂનાગઢ) નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવા માં આવશે. કથા નાં આચાર્ય શ્રી ધવલ શાસ્ત્રી શાસ્ત્રોક્ત વિધિ થી યજ્ઞકાર્ય સંપન્ન કરાવશે. આશીર્વચન પાઠવવા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામીશ્રી કલ્યાણનંદગીરીજી મહારાજ ( આશાપુરા પીઠ, રતાળીયા ) , પ. પૂ. મહંતશ્રી લાલગીરીજી ગુરુ શ્રી ધર્મેન્દ્રગીરીજી ( રુદ્રાણી જાગીર) , પ. પૂ. મહંત શ્રી શુભમ ગીરીજી ગુરુ ગંગા ગીરીજી ( શ્રી મોમાઈ મોરા જાગીર, મોરગઢ), પ. પૂ. માતાજી શ્રી ચંદુમાં ( અંબેધામ – ગઢશીશા, પ. પૂ. મહંત શ્રી બસંતગીરીજી ગુરુ શ્રી નયનગીરીજી ( જ્ઞાનગીરીજી મઠ, માંડવી ), પ. પૂ. મહંત શ્રી લક્ષ્મણગીરીજી ( શ્રી વાઘેશ્વરી માતાજી – હાબાય જાગીર), સહિત નાં સંતો,મહંતો ઉપસ્થિત રહી ને આશીર્વચન પાઠવશે. કથા દરમિયાન ૧૯ તારીખ નાં રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી યોજાશે, જેમાં ભજન સમ્રાટ હરસુખગીરીજી ગોસ્વામી ( ચિકાસા વાળા) , ભજનિક અશોક મારાજ ( ગુંદિયાળી વાળા), ભજનિક મહેશ ગીરીજી ગોસ્વામી ( આંબાપર વાળા), તથા ૨૧ તારીખ નાં રાત્રે ખ્યાતનામ ભજનિક ભગવતીબેન ગોસ્વામી ( જૂનાગઢ), ભજનિક જીતુ ગીરીજી ગોસ્વામી ( અંતરજાળ) સહિત નાં નામી કલાકારો સાજીંદા નાં સથવારે ભજન ની રમઝટ બોલાવશે.૨૩ તારીખ, ગુરુવાર નાં રાત્રે ૧૦-૦૦ વાગ્યે દાંડીયારાસ પારસગીરી કમલેશગીરી ગોસ્વામી પ્રેઝંટ સુરધારા ઓર્કેસ્ટ્રા નાં સથવારે રમઝટ બોલાવશે. આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પ. પૂ. શ્રી હંસદેવગીરીજી બાપુ ( નવાગામ – કાલાવડ) સંગીતમય શૈલિ માં આદેશ સાઉન્ડ નાં સથવારે કથા નું રસપાન કરાવશે. કથા નાં પ્રસંગો પોથી પધરામણી, શ્રી શિવ મહાપુરાણ કથા તથા મહાત્મ્ય પ્રસંગો, શ્રી શિવ પ્રાગટ્ય મહોત્સવ, શ્રી શિવ તાંડવ નૃત્ય ( ભાવેશ ગોસ્વામી – ગોંડલ ), દેવી પ્રાગટ્ય, દેવી પૂજન, નવધાભક્તિ નિરૂપણ, શ્રી શિવ પાર્વતી વિવાહ – લગ્નોત્સવ , શ્રી ગણપતિ પ્રાગટ્ય, બાર જ્યોતિર્લિંગ કથાઓ, પાર્થિવ લિંગ પુજા, પંચાક્ષર મહિમા, કૃષ્ણ ની શિવ આરાધના અને કથા વિરામ સહિત નાં ભક્તિ પ્રસંગો યોજાશે. મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.કૈલાશ વાસ કરશનગીરી જેરામગીરી ગોસ્વામી , કૈલાશ વાસ મોહનગીરી જેરામગીરી ગોસ્વામી, કૈ. વા. રુકમણીબેન કરશનગીરી ગોસ્વામી, કૈ. વા. નિર્મલાબેન કનકગીરી ગોસ્વામી, કૈ. વા. હર્ષાબેન રમેશગીરી ગોસ્વામી, કૈ. વા. નીતાબેન અરવિંદગીરી ગોસ્વામી તેમજ સર્વ પિતૃદેવ મોક્ષાર્થે યોજાનાર આ કથા નાં દર્શનાભિલાષી, કનકગીરી કરશનગીરી ગોસ્વામી, કલ્યાણગીરી કરશનગીરી ગોસ્વામી, રમેશગીરી કરશનગીરી ગોસ્વામી, અરવિંદગીરી કરશનગીરી ગોસ્વામી, ગુલાબગીરી શંભુગીરી ગોસ્વામી, લવેશગીરી કનકગીરી ગોસ્વામી, રાહુલગીરી કનકગીરી ગોસ્વામી, ભાવિનગીરી રમેશગીરી ગોસ્વામી, રોહનગીરી કલ્યાણગીરી ગોસ્વામી, દીપેશગીરી રમેશગીરી ગોસ્વામી, હિમાંશુગીરી અરવિંદગીરી ગોસ્વામી, રાજેન્દ્રગીરી ગુલાબગીરી ગોસ્વામી, રોહિતગીરી ગુલાબગીરી ગોસ્વામી, સાવનગીરી કલ્યાણગીરી ગોસ્વામી તથા સમસ્ત ગાભા બાવાજી પરિવાર. સંબંધિત ફર્મ શ્રી મોમાઈ કન્સટ્રકશન -મુન્દ્રા, ગુરુ એન્ટરપ્રાઇઝ- માંડવી. આ ધાર્મિક કાર્યક્રમ માં સૌ ધર્મ પ્રેમી જનતા ને પધારવા નું ભાવભર્યું આમંત્રણ શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ, કચ્છ પ્રદેશ નાં પ્રમુખ શ્રી રમેશગીરી ગોસ્વામી એ આપ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *