અનિસ શેખ દ્વારા( ઉમરગામ )
કોઇપણ જગ્યાએ આગ લાગે એટલે હલકું નામ હવાલ દારનું..!! કેહવત મૂજબ GPCB પાસે એકજ ડાયલોગ શોર્ટ સર્કિટ થી આગ લાગી..(એક અંગ્રેજી એહવાલ મૂજબ) તો gpcb એ આ કેમિકલ સ્ટોરેજ યુનિટ ને મંજુરી આપી હતી કે નથી આપી ? ROC માં. મેન્યુફેકચારિંગ મશીન અને ઇકવીપમેન્ટ ની મંજુરી દમણ ખાતે હોય તેવુ દર્શાવ્યું છે. તે બાબતે સરીગામ ના Ro ત્રીવેદી શુ કહેશે? ખતરનાક અને વિસ્ફોટક જ્વલનશીલ કેમિકલ કયું હતું? અને આ પ્રકાર ના કેમિકલ ને સ્ટરેજ કરવાની મંજૂરી માટે જોઈતી તમામ મંજૂરીઓ શુ આ ભારત રેઝીન પાસે છે? તે તમામ બાબતે પણ GPCB એ ખુલાસો કરવો જોઇએ ? તે કેમ્ નથી કર્યો? ક્યાંક ને ક્યાંક કમ્પની ની પોતાની બેદરકારી થી આગ લાગિહોય તેવું અનુમાન લગાવી શકાય..!
આ ભારત રેઝિન કંપનીનો પાયો દમણમાં નંખાયો છે. તો આ જ્વલનશીલ કેમિકલનો ઉપયોગ ઉમરગામમાં કરવાની જરૂર કેમ પડી? શું દમણ મા પણ આજરીતે મેન્યુફેકચારિંગ મશીન અને ઇકવીપમેન્ટ ની આડમાં કેમિકલ સગેવગે કરવાનું રેકેટ તો નથી ચાલતું ને? દમણ પ્રશાસન પણ ઘ્યાન આપે તે જરૂરી!!
ઉમરગામ GIDC માં ભારત રેઝિન નામની કમ્પની માં આગ લાગેલી હતી તે કમ્પની ને ROC માથી મેન્યુફેકચારિંગ મશીન અને ઇકવીપમેન્ટ ની મંજુરી દમણ ખાતે મળેલી હતી તો ઉમરગામ ના ગોડાઉન મા ખતરનાક જ્વલનશીલ સોલવેન્ટ કે અન્ય કોઈ વિસ્ફોટક જ્વલનશીલ કેમિકલ ક્યાથી આવ્યું? તે બાબતે સરીગામ જીપીસીબી મોન ના સેવ અને ઘટતી કાયૅવાહી કરે તે જરૂરી
જીપીસીબી સહીત અન્ય અધિકારીઓ જે કમ્પની ને મંજુરી આપતાં હોય છે આવા અઘિકારીઓ ની મીલીભગત થી કમ્પની ઓ મા પ્રોડેક્ટ બનાવ વા નિ મંજુરી કંઇક અલગ હોય છે અને તેમાં ડ્રગ્સ જેવા પદાર્થો બનતાં હોય તેવું તારણ કઢીશકાય.. GPCB નાં અધિકારીઓએ સમય સર આવી કમ્પની ઓ નિ વિઝિટ કરતા હોય છે તેમ છતાં આવા બનાવો કેમ બેને છે?
અગાઉ વાપીમાં 180 કરોડ રૂપિયા નુ ડ્રગ્સ પકડાયું હતું જે વાત ને હજુ ગણત્રી ના દિવસો થયાં છે અને તેમાં પણ કમ્પની ને મંજુરી કઈ અલગ બાબતે હતી અને કમ્પની મા ડ્રગ્સ બનતું હતું અને ઉમરગામ ની ભારત રેઝીન કમ્પની મા જ્યારે આગ લાગી હતી તેમાંથી જ્વલન શીલ અને વિસ્ફોટક કેમિકલ નો હજારો લીટર નો જથ્થો બળી ને ખાખ થયો સાથે સાથે બાજુમાં આવેલી અન્ય એક કમ્પની ને પણ આગના ભોગ બનવું પડ્યું અને લાખો રૂપિયાનું નુક્શાન થયુ હતું ભારત રેઝીન નામ ની કમ્પની નુ હજારો લિટર વિસ્ફોટક અને જ્વલનશીલ કેમિકલ રોડ ઉપર અને ગટરોમાં ફરિવવળ્યું હતુ. જેને લીધે પર્યાવરણ પર્ પણ ખૂબજ ભયંકર અસર થઈ હતી તેના કાળા ધુમાડા હવામા જોતાં ભયંકર સ્થિતી સર્જાઈ હતી વૃક્ષો પણ બળી ગયાં હતાં.. આવા ગેર જીમેદાર અને માનવ જીવન સહીત પ્રકૃતિ ને નુક્શાન પિહચડનારા ઓ ઉધોગ કારો સામે કડક માં કડક કાર્યવાહી થવી જોઇએ જેથી અન્ય માંટે એક સબક બનીશકે
કેમ કે જયરે બહાર રોડ ઉપર તે કેમિકલ આવેલુ ત્યારે રોડ અને ગટર ની અંદર પણ પાણી ની જેમ ગરમગરમ વરાળ સાથે ઉકળતું હતું જે એ કેમિકલ કોઈના શરીર પર પણ પડીજાય તો તે ત્યાજ બળીને ખાખ થઈજાય અને આં ભારત રેઝિન કમ્પની ને મેન્યુફેકચારિંગ મશીન અને ઇકવીપમેન્ટ ની મંજુરી દમણ ખાતે મળેલી છે તેમ છતાં ઉમરગામ gidc જ્યા ફક્ત ને ફક્ત એન્જિનિયરિંગ કમ્પની ઓ નાજ ઉધોગોને મંજુરી છે ત્યાં આવું ખતરનાક અને જ્વલન શીલ કેમીકલ કોની રહેમ નજર હેઠળ અહી રાખવામાં આવ્યું અને અહી તેનું સ્ટોરેજ ટેન્ક પણ બનાવ વામા આવ્યું હતું અને ઉમરગામ ના હજારો કામદરો નાં જીવ જોખમ મા મૂકનારી આવિ કમ્પની ઓ સામે gpcb અને ફેક્ટરી ઇસ્પેકટર સહિત ના અઘિકારીઓ મૌન સેવી લેછે જેથી આવા ગોરખ ધંધા કરનારા ઓ ને વધૂને વધૂ બળ મળે છે પરંતુ ઉમરગામ પોલીસ સ્ટેશન ના ન્યાય પ્રિય પીઆઈ મોરિસાહેબ આં બાબતે કડક કાયૅવાહી કરી અને ગુનો દાખલ કરે જેથી અન્ય ઉદ્યોગકારો માંટે એક સબક બને
ઉમરગામ પોલીસની પ્રશંશનીય કામગિરી
આગનો બનાવસવારે 6 વગયા નાં આસપાસ બન્યોહતો જેસમયે સૌથી પેહલા ઉમરગામ પોલીસ નાં પીઆઈ મોરી સાહેબ અને પીએસ આઇ હથલિયા સાહેબ તેમની ટીમ સાથે પોહચી આખા એરિયા ને ક્લીન કરી આજુ બાજુની કમ્પની ઓ ના કામદારો ને સહીસલામત જગ્યાએ સ્થળાંતર કરાવી. તમામ ભયંકર પરિસ્થિતિ પર્ કાબુ મેળવ્યો હતો અને ફાયર ની ટીમ સાથે ખડે પગે રહી આગ પર કાબુ મેળવાયો ત્યાંસુધી જગ્યા પર ખડેપગે રહ્યા હતાં. પરંતુ ત્યાં સુઘી GPCB કે અન્ય કોઈ ખાતા નાં અધિકારીઓ સ્થળ ઉપર હાજર થયાં ન હતાં જ્યારે પણ કોઇપણ પ્રકારની આવિ ઘટના બને ત્યારે વલસાડ જિલ્લા પોલીસ ની કામગીરી પ્રશંસા કારક હોય છે પરંતુ અન્ય ખાતાના અધિકારીઓ ને પણ ઘ્યાન આપિ પોતાની જવાબદારી માથી છટકવું નાં જોઇએ..