ભારત સરકાર ના દંતોપંત ઠેગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ તથા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મેઘરજ દવારા બે ગામો માં બિરસા મુંડા જન્મ જયંતી નિમિતે મહિલા જાગૃતી શિબિર યોજાઇ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મહિલાઓમાં જાગૃતિ લાવવા અને મહિલા સશકતિકરણ ક્ષેત્ર માં 23 વર્ષ થી નોધ પાત્ર કામગીરી કરી રહ્યું છે.જેના ભાગ સ્વરૂપે તાજેતર માં એક દિવસ ની જાગૃતિ કાર્યક્રમ મેઘરજ તાલુકાના મહુડી અને ગાય વાછરડા ગામે અસંગઠિત ક્ષેત્રની મહિલા અને ભાઈઓ ની જાગૃતિ કાર્યક્રમ યોજાય. ગયો. જેમાં આશરે 160 જેટલા ભાઈ બેનો સહભાગી બન્યા હતા. કાર્યક્રમ માં શ્રમિક બોર્ડ ના રિજિયોનલ ડાયરેક્ટર મોહન સેન તથા પરિવર્તન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી અને મંત્રી જગદીશ ભાઈ પંડ્યા હાજર રહ્યા હતા.તેમજ મહિલા કેન્દ્ર ના બકુલા બેન, કેન્દ્ર સંચાલક અને વકીલ હેમલતા બેન,મધુબેન, હેતલબેન તથા મહિલા અને બાળવિકાસ મોડાસા શાખા માં થી ભરતભાઇ પરમાર,સખી વન સ્ટોપ સેન્ટર મોડાસા થી કિંજલ બેન અને શ્રઘ્ધા બેન ઉપસ્થિત રહ્યા હતા.અને કોશલવર્ધન કેન્દ્ર મોડાસા થી નરેશભાઈ પંડ્યા હાજર રહ્યા હતા.કાર્યક્રમ માં બચત વિષે,વીમા વિષે, સરકારશ્રી ની વિવિધ પ્રકારની યોજનાઓ જેવી કે વ્હાલી દિકરી,વિધાવસહાય, ઈ શ્રમ કાર્ડ, ઈ નિર્માણ કાર્ડ, આયુષ્ય માન કાર્ડ જેવી ગણી વધી માહિતી આપી હતી અને શિબિર માં કાર્ડ પણ કાઢી આપવા માં આવ્યા હતા. આ માટે જીલ્લા ના સી એસ સી. કોર્ડીનેટર કોષલભાઈ સોની નો સહયોગ પ્રાપ્ત થયો હતો.

આભાર વિધિ બાબુભાઈ ડામોરે અને શેલેન્દ્ર જાડેજા એ કરી હતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *