વિકસિત ભારત સંકલ્પ યાત્રા માન.મંત્રીશ્રી પંચાયત,કૃષિ પ્રવાસ કાર્યક્રમ અને પ્રભારી મંત્રીશ્રી અરવલ્લી ,માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

આજે અઝાદીના ૭૫ વર્ષ અને ૨૦૪૭ સુધી આખો દેશ પૂર્ણવિકસિત થાય તે માટે આ રથ મોકલ્યો છે. આજે આ રથ આપના ઘર સુધી પોહચ્યા છે અને બધાજ પ્રકારના લાભ આજે મોદી સાહેબે મોકલ્યા છે : પ્રભારી મંત્રીશ્રી

અરવલ્લી જિલ્લાના માલપુરના જીતપુર ખાતે વિકસિત ભારત રથ આવી પોહચ્યો જેમાં ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. માન.મંત્રીશ્રી પંચાયત,કૃષિ પ્રવાસ કાર્યક્રમ અને પ્રભારી મંત્રીશ્રી અરવલ્લી ,માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. 

મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું; ગુજરાતનાં ૧૮ હજાર ગામડાઓમાં ૨૫૨ રથ ફરી રહ્યા છે. આજે આપના ગામમા મોદી સાહેબની ગેરંટી વાળો રથ આવ્યો છે ત્યારે આપને અભિનંદન પાઠવું છું.આજે અઝાદીના ૭૫ વર્ષ અને ૨૦૪૭ સુધી આખો દેશ પૂર્ણવિકસિત થાય તે માટે આ રથ મોકલ્યો છે. આજે આ રથ આપના ઘર સુધી પોહચ્યા છે અને બધાજ પ્રકારના લાભ આજે મોદી સાહેબે મોકલ્યા છે.

જેમાં આરોગ્ય,શિક્ષણ,ખેડૂત,મહિલા અને દરેક માટે લાભ મોકલ્યા છે. આજે કોરોનામાં નરેન્દ્રભાઇએ મફત રસી પોહચાડી અને આજે આપણે સૌ સાથે બેઠા છીએ તો એ ફક્ત નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને આજે આવનારા ૫ વર્ષો સુધી મફત અનાજ આપવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે.આજે આરોગ્યની તમામ સુવિધાઓ ૧૦૮ દ્વારા પૂરી કરી છે.૧૦૮ થી લઈને ખિલખિલાટ ગાડી સુધી સુવિધાઓ મોદીજીએ મોકલી છે.ફકત એક કાર્ડથી કોઈપણ બીમારીની મફત સારવાર થઈ રહી છે.આજે વિદેશના ઉદ્યોગો આપણા દેશની ધરતી ઉપર ઉતાર્યા અને દેશના છોકરાઓ માટે રોજગારીની તક ખુલ્લી મૂકી આજે ૧૦૦ વર્ષ પછી વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે અને આજે ગુજરાતના સપૂતોએ અઝાદીની ચળવળ ચલાવીને દેશને અઝાદ કર્યો હતો અને વડાપ્રધાનશ્રીએ અને ભૂપેન્દ્રભાઈની સરકારે આજે ૧૦૦ વર્ષની ઉજવણી ઉજવીને આઝાદ ભારતને વિકસિત ભારત કરવાની નેમ ને આગળ વધી રહ્યા છે.એક તાલુકાથી પૂર્ણવિકસિતની નેમને આગળ વધારીને રાજ્ય અને દેશને પૂર્ણવિકસિત બનાવવાની નેમમાં આપણે સૌએ સાથે ચાલીને કામ કરવું પડશે.આજે આપણે આવી અનેક મહેનતથી દેશને વૈશ્વિક સ્તરે નામના મેળવી રહ્યા છીએ. 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીક,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન ડામોર,જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રી આર.એન. કુચાર અને અન્ય પદાધિકારિશ્રીઓ અને અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *