એમ.એમ. હાઈસ્કૂલ, ઉમરગામમાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાનું માર્ગદર્શન આપતો સેમિનારનું આયોજન કરવામાં આવ્યુંવલસાડ જિલ્લાનાં શિક્ષણ અધિકારીશ્રી એમ. સી. ભૂસારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત કારોબાર અનિશ શેખ દ્ધારા

આજ રોજ તારીખ ૧૫/૧૨/૨૦૨૩ નાં રોજ ઉમરગામ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.એમ. હાઈસ્કૂલ, ઉમરગામમાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાનું માર્ગદર્શન આપતો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લાનાં શિક્ષણ અધિકારીશ્રી એમ. સી. ભૂસારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી અને એમ.એમ. હાઈસ્કૂલ, ઉમરગામનાં આચાર્યશ્રી અલ્પેશકુમાર પટેલ અને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વિભાગના સુપરવાઈઝરશ્રીઓએ પુષ્પગુચ્છ આપી સાહેબશ્રીનું સ્વાગત કર્યું. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ. સી. ભૂસારા સાહેબે બ્લેક બોર્ડનો ઉપયોગ દ્વારા મનોવૈજ્ઞાનિક પદ્ધતીથી એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાની તૈયારી માટેનું માર્ગદર્શન આપી કુલ ૩૮૭ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. એમણે વિદ્યાર્થીઓને નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. એ ઉદાહરણ દ્વારા સમજ આપી ભણવા માટે આંતર મન અને બાહ્ય મનની શક્તિ વિશેની વાતો કરી, એકાગ્રતા તેમજ ધ્યાન દ્વારા પઠન કાર્ય કરવાની પદ્ધતિની સમજ આપી. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે વાંચવા માટેનું ટાઈમ ટેબલ કેમ બનાવવું તે પણ સમજાવ્યું. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાનાં માધ્યમિક વિભાગનાં શિક્ષક શ્રી ઈશ્વરલાલ મૌર્ય દ્વારા કરવામાં આવ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *