અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડ્યંત્રનો ખુલાસો થયા પછી ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો.. 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યા છે સીઆઈડી ક્રાઇમ એ વઘુ તપાસ હાથ ધરી..

એહવાલ અનીશ શેખ

શોશિયલ મિડીયા પરથી લીધેલા ફોટા

કબૂતરબાજીમાં 21 ગુજરાતી નીકળ્યા:પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને આણંદના રહેવાસી, 4 DySP, 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ હોવાની માહીતિ

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડ્યંત્રનો ખુલાસો થયા પછી ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઈટને રોકીને તપાસ હાથ ધરી હતી. જેમાં ગુજરાતી સહિત 303 પ્રવાસીઓ ઝડપાયા હતા. ત્યારે 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યા છે. આ મુસાફરો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી છે. કબૂતરબાજી અને એજન્ટને લઇને CID ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ રેકેટની તપાસ માટે 4 ટીમો બનાવી છે. તપાસમાં 4 DySPની 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ છે. ભોગ બનનારના પરિવારના નિવેદનો લઈને CID ક્રાઇમ તપાસ શરૂ કરી છે. એજન્ટો કેટલા પૈસા લીધા, શું વાયદા કર્યા… અને ત્યાં ગયેલા લોકોની સ્થિતિની તપાસ શરૂ કરી છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *