કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જારી કરી ગુજરાતની 13 પ્રદુષિત નદીઓની યાદી, જાણો કોણ ક્યાં ક્રમાંકે છે

  • સાબરમતી પ્રદૂષણમાં પેહલા, ભાદર બીજા અને વિશ્વામિત્રી પાંચમા સ્થાને
  • રાજ્યની 13 સૌથી પ્રદુષિત નદીઓમાં ભરૂચ જિલ્લાની 2 નદીઓ સમાવિષ્ટ
  • ભરૂચ જિલ્લાની અંકલેશ્વરની આમલા ખાડી તથા વાગરાની ભૂખી ખાડી પ્રદૂષણમાં ટોપ ટેનમાં

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ CPCB એ ભારત દેશની સૌથી પ્રદુષિત નદીઓની ચકાસણી કરી તે અંગેનો અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં ગુજરાતની 13 નદીઓ પ્રદુષિત હોવાનું નોંધાયું છે. આ 13 નદીઓમાં ભરૂચ જિલ્લાની 2 નદીઓ સમાવિષ્ટ છે.

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેશભરમાંથી વિવિધ નદીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં સી.ઓ.ડી – કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને બી.ઓ.ડી – બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ નું લેવલ ઉપરાંત પી.એચ સહિતની માત્રાની ચકાસણી કરવામાં આવી હતી.

ગુજરાતની નદીઓના વિવિધ 67 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને તેમાં 13 જેટલી નદીઓ પ્રદુષિત હોવાનું ફલિત થયું છે. આ 13 નદીઓમાં ભરૂચ જિલ્લાની 2 નદીઓનો સમાવેશ થાય છે. જેમાં અંકલેશ્વર નજીક આવેલ આમલા ખાડીનું બી.ઓ.ડી લેવલ 49 mg / લીટર જોવા મળ્યું હતું જેને કલાસ 1 માં સમાવિષ્ટ કરવામાં આવી છે. તો વાગરા નજીકથી વહેતી ભૂખી ખાડી પણ પ્રદુષિત નદીઓની યાદીમાં આવી ગઈ છે. જેનું બી.ઓ.ડી. લેવલ 3.9 જોવા મળ્યું હતું. જેનો ક્લાસ 5 માં સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે બી.ઓ.ડી લેવલ 1 થી 2 પીવાલાયક ગણાય છે. વાગરા નજીકની ભૂખી ખાડીનું લેવલ ખતરાની ઘંટીની પાસે છે. ત્યારે ઉદ્યોગો દ્વારા ઠલવાતા પાણીના કારણે આ પ્રદુષણ ફેલાયું હોવાનું સામે આવી રહ્યું છે.

ગુજરાતની સૌથી પ્રદુષિત નદીમાં સાબરમતી નદી પેહલા સ્થાને રહી છે. જ્યારે બીજા નંબરે ભાદર નદી, બાદમાં ખારી નદી પછી આમલખાડી અને પાંચમા નંબરે વડોદરાની વિશ્વામિત્રી નદીનો સમાવેશ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *