Author name: admin

Avatar photo

જૂનાગઢની ડો.સુભાષ એકેડેમીનો વાર્ષિકોત્સવ-૨૦૨૨ સંપન્ન

શૈલેષ પટેલ….જૂનાગઢ

શૈક્ષણિક સંસ્થાના સ્ટાફ, વાલીગણ અને દિકરીઓના સંયુક્ત સંવાદ થકી શિક્ષણ સાથે સંસ્કાર નું ઝરણું વહી રહયુ છે – કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા સમાજના ધારાસભ્યોને સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરાયાવિવિધ અભ્યાસ ક્રમમાં અવ્વલ આવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાજૂનાગઢ સૌરાષ્ટ્રના અગ્રગણ્ય કેળવણીકાર અને સમાજસેવી સ્વ.પેથલજીભાઈ ચાવડા સ્થાપિત જૂનાગઢની સંસ્થા ડો.સુભાષ એકેડેમી તેમજ ડો.સુભાષ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્ષીક ઉત્સવના ઉદ્ઘાટક તરીકે પ્રવાસ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, અધ્યક્ષ સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, દેવાભાઇ માલમ, ભગવાનજી બારડ, ઉદય કાનગડ અને ત્રિકમ છાંગા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ડો.સુભાષ એકેડેમી સૌને શિક્ષણક્ષેત્રે પ્રેરણા આપતી સંસ્થા છે. અહીં દિકરીઓના ઉજજવળ ભવિષ્ય માટે શિક્ષણને સમર્પિત કાર્ય થાય છે. આ સંસ્થામાં શૈક્ષણિક સ્ટાફ, ડો.સુભાષ યુનિવર્સિટી, વાલીગણ અને દિકરીઓના સમન્વયથી સંસ્કાર સાથેના શિક્ષણની સિંચન થઇ રહ્યું છે.

વિદ્યાર્થીઓએ પણ અભ્યાસ સાથે રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃતિમાં સહભાગી થાય જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ કરવાનો છે અને દેવભૂમિ દ્વારકામા ભગવાન શ્રીકૃષ્ણની સૌથી મોટી પ્રતિમા મૂકાશે. તેમજ જૂનાગઢના વિકાસની વાત કરતા જણાવ્યું કે, જૂનાગઢમાં નરસિંહ મહેતા સાંસ્કૃતિક ભવન બનાવવામાં આવશે તેમ ઉમેર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષણની સંસ્થા ઉભી કરી ચલાવવી ખુબ અઘરૂ કામ છે.

પરંતુ પેથલજીબાપાના પરીવારે દિકરીઓને શિક્ષણ આપવાનું કામ કર્યું છે અને સુપેરે પાર પાડ્યું છે. અહીં શિક્ષણ સાથે સંસ્કારનું પણ ઘડતર થાય છે. આ કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં ધારાસભાની ચૂંટણીમાં વિજેતા બની આહીર સમાજને ગૌરવ અપાવનાર ધારાસભ્યો જેમાં ભગવાનભાઈ બારડ, ઉદય કાનગડ, ત્રિકમ છાંગા સહિતનાઓ નું પૂર્વ મંત્રી જવાહરભાઇ ચાવડા દ્વારા સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ડો.સુભાષ એકેડેમી અને યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ અને સ્પર્ધામાં રેન્ક મેળવી સંસ્થાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સંસ્થાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તથા ડો.સુભાષ યુનિવર્સિટી દ્વારા રંગારંગ કાર્યક્રમનું તથા સાંસ્કૃતિક મહોત્સવ પણ, આયોજિત કરવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું .

આ કાર્યક્રમ રાત્રે ૮-૩૦ વાગ્યે ડો. સુભાષ રંગભવન પર યોજાણો હતો તેમજ આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને આભાર વિધી ડો.સુભાષ એકેડેમીના ટ્રસ્ટી રાજ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમનું સંચાલન ડો.બલરામ ચાવડા તેમજ સંસ્થાના અન્ય અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

જૂનાગઢની ડો.સુભાષ એકેડેમીનો વાર્ષિકોત્સવ-૨૦૨૨ સંપન્ન Read More »

Uncategorized

જૂનાગઢ પોલીસે બુટલેગરોની થર્ટી ફર્સ્ટ બગાડી

શૈલેષ પટેલ……. જૂનાગઢ

જૂનાગઢ શહેરના જફર મેદાનમાં કટીંગ ચાલુ હતું અને પોલીસ ત્રાટકી વાહનો દારૂ સહિત 37 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ આગામી ૩૧મી ડીસેમ્બરની ઉજવણી ને લઈને સ્થાનિક દારુના બુટલેગરો દ્વારા ઝફર મેદાન ખાતે કટીંગ કરેલ વિદેશી દારૂની -૪૫૬ પેટી જેમાં કુલ -૮૬૦૪ બોટલ જેની કિ.રૂ.૨૩,૫૧,૫૨૦ તથા અન્ય મુદામાલ સહિત કુલ કિ.રૂ.૩૭,૫૯,૦૨૦ નો મુદામાલ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ કાર્યવાહી કરી હતી જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાલનાં સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમોને દબોચી અને શહેરી વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના આપેલ હોય, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના પી.આઈ.સિંધવ તથા પી.એસ.આઇ. જે.જે.ગઢવી તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન

પી.આઈ.જે.એચ સિંધવ તથા પી.એસ.આઇ.જે.જે.ગઢવી તથા એલસીબી સ્ટાફના માણસો તેમજ . તાલુકા પોલીસ સ્ટાફને સંયુકતમાં ખાનગીરાહે ચોકકસ બાતમી મળેલ કે, જૂનાગઢ ગાંધીગ્રામ ખાતે રહેતા કાનો ઉર્ફે બાડી દેવરાજ કોડીયાતર,ભુપત પુંજા કોડીયાતર,કીરીટ ઉર્ફે કીડો મા છેલાણા ચના રાણા મોરી,પાંચા પુંજા કોડીયાતર કાના રાણા મોરી ઉપરોક્ત છએ ઈસમોએ તેના મળતીયાઓ સાથે મળી પૂર્વ આયોજીત કાવત્રુ કરી પોતાના અંગત આર્થિક નફા માટે ગેરકાયદેસર રીતે અન્ય રાજયમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને આ દારૂનુ માહી ડેરીની સામે આવેલ જફર મેદાનની ખુલ્લી જગ્યામાં કટીંગ કરવાની પેરવીમાં હોય તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે ચોકકસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન થઇ ઇવનગર વાળા રસ્તે થઇ માહી ડેરી તરફ જતા માહી ડેરીની સામે આવેલ ઝફર મેદાનમાં ખુલ્લામાં એક ટ્રક તથા એક છોટા હાથી પડેલ હોય જેમાંથી અમુક ઇસમો ટ્રકમાંથી છોટા હાથીમાં દારુની પેટીઓ હેર ફેર કરતા દેખાય આવતા અને પોલીસને જોઇ અંધારાનો લાભ લઇ નાશી ગયેલ,

પોલીસે વાહનો પાસે આવી વાહનોના ઠાઠામાં ચેક કરતા બાજરીના પ્લાસ્ટીકના બાંચકાઓની આડશમાં વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની દારૂની ૪૫૬,પેટી જેની કુલ કિ.રૂ.૨૩,૫૧,૫૨૦. તેમજ ટ્રક જેનાં રજી.નં.જીજે- ૨૫-ટી- ૯૮૩૯ ની કિ.રૂ.૧૦,૦૦,૦૦ અને અશોક લેલન કંપનીનો છોટા હાથી જેનાં રજી.નં. જીજે-૨૭-એકસ-૬૭૩૦ કિ.રૂ.૩,૦૦,૦૦૦ અને બાજરાના ભરેલ બાચકા નં.૨૧૫ કિ.રૂ.૧,૦૭,૫૦૦ મળી કુલ કિ.રૂ.૩૭,૫૯,૦૨૦ નો મુદામાલ કબ્જે કરી જૂનાગઢ શહેર સી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ.

જૂનાગઢ પોલીસે બુટલેગરોની થર્ટી ફર્સ્ટ બગાડી Read More »

Uncategorized

પશુ-પક્ષીઓ માટે ઘાતક એવી પ્રતિબંધિત ચાઇના દોરીનું વેચાણ અટકે તે માટે પોલીસ દ્વારા કડક ઝૂંબેશ હાથ ધરાઇ છે

વસીમ પઠાણ રિપોર્ટર ડીસા

ડીસામાં પ્રતિબંધિત ચાઇના દોરીનો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જેમાં ડીસા શહેર દક્ષિણ પોલીસે 2 અલગ-અલગ જગ્યાએથી ચાઇના દોરીના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડયા હતા. જયારે મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે, ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે અને પતંગ રસીયાઓ આકાશમાં પતંગ ચગાવવા માટે થનગની રહ્યા છે.ત્યારે ઉત્તરાયણ પર્વમાં ચાઇના દોરીથી પશુ-પક્ષીઓ, રાહદારીઓ અને વાહનચાલકો માટે આકસ્મીક ઘટના બનતી હોય છે.

ડીસા શહેર દક્ષિણ પોલીસે બાતમીના આધારે અલગ-અલગ 2 જગ્યાએથી ચાઇના દોરીના વેચાણ કરતાં 2 શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ ધરી છે.જેમાં ચામુંડા સોસાયટીમાં આવેલી કપી સ્ટેશનરીમાંથી ચાઇના દોરી સાથે રાજ મનોજ મહેસુરીયા (મોદી)ને ચાઇના દોરીની રૂ. 4,000 ની 12 ફીરકી અને એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલ રોડ પરથી કમલેશને રૂ. 2,000 નીચાઇના દોરીની 40 ફીરકીઓ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આવી પશુ-પક્ષીઓ માટે ઘાતક એવી પ્રતિબંધિત ચાઇના દોરીનું વેચાણ અટકે તે માટે પોલીસ દ્વારા કડક ઝૂંબેશ હાથ ધરાઇ છે.

પશુ-પક્ષીઓ માટે ઘાતક એવી પ્રતિબંધિત ચાઇના દોરીનું વેચાણ અટકે તે માટે પોલીસ દ્વારા કડક ઝૂંબેશ હાથ ધરાઇ છે Read More »

Uncategorized