રિપોર્ટિંગ રમેશભાઈ પરમાર
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામ સમગ્ર દેશમાં રમત ગમત ક્ષેત્રે દાહોદ જિલ્લાનું નામ રોશન કરનાર કમળાબેન બારીઆનુ સન્માન કરવામાં આવ્યું.
યુવરાની એથ્લેટિક્સ સમિતિ 2023 દ્વારા આયોજિત 17 માં નેશનલ ઓપન એથ્લેટિક્સ અંતર્ગત રાજસ્થાન રાજ્યના અલવર મુકામે તા.06/02/2023 થી તા.07/02/2023 દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધામાં કમળાબેન સોમાભાઈ બારીઆ (ગામ.પાલ્લી તા.લીમખેડા જી.દાહોદ) એ 100 મીટર દોડ,200 મીટર દોડ, લાંબો કૂદકો, 5 કિલોમીટર દોડ, તથા 100×400 રિલે દોડમાં પ્રથમ ક્રમાંકે રહી કુલ 5 ગોલ્ડ મેડલ સાથે સમગ્ર દેશમાં ચેમ્પિયન બન્યા હતા.
કમળાબેન સોમાભાઈ બારીઆ નાં પુત્ર જિનેશભાઈ બારીઆએ પણ અંડર 9 માં 200 મીટર દોડમાં ભાગ લઈ સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સિલ્વર મેડલ તથા લાંબા કુદકામાં દેશમાં તૃતીય નંબર સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે.કમળાબેન બારીઆ નાં પતિ સોમાભાઈ લાખાભાઈ બારીઆ કે જેઓ હાલ પોસ્ટ વિભાગ પીપલોદ શાખામાં નોકરી કરે છે,જેઓએ પણ 3 કિલોમીટર વોક સ્પર્ધામાં સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવેલ છે.
આમ,કમળાબેન સોમાભાઈ બારીઆના પરિવારે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં, દાહોદ જિલ્લાનુ પોતાના કોળી સમાજનું નામ રોશન કરતા,આજરોજ માનવતાની મહેક ફાઉન્ડેશન લીમખેડાની ટીમના સભ્યો,હોદ્દેદારો દ્વારા કમળાબેન સોમાભાઈ બારીઆની રૂબરૂ મુલાકાત કરીને પુષ્પગુચ્છ આપી,પુસ્તકથી સન્માનિત કરી ખૂબ,ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.