(ધોરણ – ૧૦) અને એચ.એસ.સી. (ધોરણ – ૧૨) સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારૂ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ની કલમ – ૧૪૪ મુજબનું – જાહેરનામું- 10 માર્ચ 2023

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લ

અરવલ્લી જિલ્લામાં વિવિધ કેન્દ્રો પર આગામી તા. ૧૪/૦૩/૨૦૨૩ થી તા. ૨૯/૦૩/૨૦૨૩ દરમિયાન કલાક ૧૦,૦૦ થી કલાક ૧૩.૧૫ અને કલાક ૧૫.૦૦ થી ૧૮.૩૦ કલાક દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજીત એસ.એસ.સી. (ધોરણ – ૧૦) અને એચ.એસ.સી. (ધોરણ – ૧૨) સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારૂ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ની કલમ – ૧૪૪ મુજબનું – જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
એન. ડી. પરમાર, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અરવલ્લી – મોડાસા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ ની કલમ – ૧૪૪ થી મને મળેલ સત્તાની રૂએ હુકમ કરવામાં આવે છે.અરવલ્લીમા વિવિધ કેન્દ્રો પર આગામી તા. ૧૪/૦૩/૨૦૨૩ થી તા. ૨૯/૦૩/૨૦૨૩ સુધી કલાક ૧૦.૦૦ થી ૧૩,૧૫ કલાક અને કલાક ૧૫.૦૦ થી ૧૮.૩૦ કલાક દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત બોર્ડ પરીક્ષા સમય દરમિયાન તથા પરીક્ષા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની સીમાથી ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ વ્યકિત પરીક્ષા સમય દરમિયાન મોબાઇલ/સેલ્યુલર ફોન/પેજર/કોર્ડલેસ ફોન/સ્માર્ટ વોચ/ટેબલેટ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે લઇ જઇ શકશે નહીં. પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં પરીક્ષાઓ સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલ હોય તે સિવાયના ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવું અથવા ભેગા થવું નહીં, સૂત્રો પોકારવા નહીં, સરધસ અથવા રેલી કાઢવી નહીં, પથ્થર કે અન્ય આ પ્રકારના પદાર્થ લઇ જવા નહીં તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર સુધીની ત્રિજયામાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા નહી.
આ હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ અને પરીક્ષા સમિતિના અધિકારીશ્રીઓ તથા પરીક્ષા કામગીરીમાં તેમજ બંદોબસ્તમાં રોકાયેલ સ્ટાફના માણસો
સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, મોડાસા અને બાયડ તથા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી તમામ, જિ. અરવલ્લી
ફ્લાઈંગ સ્કવોડના અધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓને લાગુ પડશે નહિં.આદેશનો ભંગ કરી જો કોઇ વ્યકિત પાસેથી મોબાઇલ/સેલ્યુલર ફોન/પેજ/કોર્ડલેસ ફોન/સ્માર્ટ વોચ/ટેબલેટ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવશે તો સ્થળ ઉપરના સુરક્ષા અધિકારી આ સાધનો જપ્ત કરી શકશે.આ હુકમ અન્વયે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર ધરાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ- ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *