પશુ પંખીઓના અનોખા અવાજ કાઢતો ‘પક્ષીરાજ’ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મખદૂમ હાઈસ્કૂલમાં ભણતો એક વિધાર્થીની અનોખી કળા,14 જેટલા પશુ પંખીઓના અવાજ કાઢી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો તૌકીર ચૌહાણ ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી અરવલ્લીના મોડાસા ખાતે એક સામાન્ય પરિવારમાં રહેતો તૌકીર ચૌહાણ નામનો બાળક જે નાનપણથીજ અનોખી કળા ધરાવે છે,કુદરત કેટલાક લોકોને જન્મથી જ અનોખી કળાઓ આપતી હોય છે જરૂર હોય છે તેને બહાર લાવવાની ત્યારે આ કાર્ય ક્યાંક સ્કૂલો કરતી હોય છે મોડાસા ખાતે આવેલી મખદૂમ હાઈસ્કૂલમાં ધોરણ 8 વિધાર્થી પણ આવીજ કૈક પશુ પંખીઓના અવાજ કાઢવાની કળા છુપાયેલી હતી ત્યારે શાળા દ્વારા આ વિધાર્થીને શાળાના એક કાર્યક્રમમાં સ્ટેજ ઉપર લાવી એક પ્લેટફોર્મ આપી આ બાળકમાં રહેલી પ્રતિભા બહાર લાવવાનું કામ કર્યું.તૌકીર નાનપણમાં મિત્રો સાથે રમવા જતો ત્યારે આજુ બાજુમાં સાંભળતા પશુ પંખીના અવાજો દ્વારા પ્રેરાઈ તેણે પણ થયું કે આપણે પણ આવા અવાજો કેમ કાઢી ના શકીયે જેથી આ બાળકે જાતે ઘરે જુદા જુદા પશુ પંખીઓના અવાજો કાઢવાની પ્રેકટીશ શરુ કરી આજે આ બાળક કોયલ , મોર , ગલુડિયું , નાનું બાળક , કૂતરું ભસવું , બિલાડી જેવા જુદા જુદા પ્રાણીઓના અવાજો આબેહૂબ કાઢી શકે છે … ત્યારે આ બાળક હાલતો તેની આ કળા દ્વારા શાળાના બાળકો તેમજ આસપાસના લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.એક સામાન્ય ગરીબ પરિવારમાં જન્મેલો આ બાળકના પિતા મોડાસા ખાતે શાકભાજીની લારી ચલાવી પોતાનું જીવન ગુજરાન ચાવે છે ત્યારે એક સામાન્ય પરિવારમાં જન્મેલા આ બાળકમાં રહેલી ટેલેન્ટથી બાળકે તેના પરિવારને પણ એક ઓળખ અપાવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *