ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં ૧૯૬૨ દ્વારા અંતરિયાળ વિસ્તારનાં ગેડ ગામમાં ગાયનાં સિંગળાં નાં કેન્સર નું ૮ ટાંકા લઈ નિશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું
અરવલ્લી જીલ્લા ના મેઘરજ તાલુકા ના ગેડ ગામ ખાતે દસ ગામ. દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં કાર્યરત છે જેમાં ગેડ ગામના રહેવાસી ધનજી ભાઈ જીવા ભાઈ ખરાડીની ગાય છેલ્લા ૨ મહિનાથી શિંગાળા નાં કેન્સરથી પીડાતી હતી. જેની સારવાર માટે ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈન ટોલ ફ્રી નંબર પર ધનજીભાઈ એ પશુની સારવાર માટે ઈમરજન્સી કોલ કરેલ. જેમાં ડોક્ટર કેતન બલેવા અને પાયલોટ રવિન્દ્ર સિંહ ૭ મિનિટના ટૂંકા સમયમાં સ્થળ પર પહોંચી ને ચકાસણી કરતા ગાયને છેલ્લા ૨ મહિનાથી શીગડા મા જીવાત પડી ગઇ હતી અને ગાય અસહ્ય પીડાથી પીડાતી હતી અને આં પરિસ્થિતી નાં કારણે શિંગાળા નું કેન્સર થઈ ગયું હતું. જેથી શિંગાળા નું ઓપરેશન કરી શિંગાળા ને કાઢી નાખવું પડે તેમ હતું. જેથી પશુ ચિકિત્સક તેમના અનુભવ આધારે ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને દોઢ કલાક ની મહેનત બાદ આઠ ટાંકા લઈ સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ કર્યું.પશુપાલક ધનજીભાઈ ખરાડીએ સરકાર શ્રી અને ઇ.એમ આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં નાં ડૉ. કેતન બલેવા , ડૉ. અંકુર ડામોર અને પાયલોટ કમ ડ્રેસર રવિન્દ્રસિંહ અને હિતેશ પગીનો આભાર માન્યો હતો . તેમજ પ્રોગ્રામ મેનેજર ડૉ. મયંક પટેલ અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીક સુથાર પણ કર્મચારીઓની પ્રશંસા કરી હતી.