અરવલ્લી જિલ્લામાં સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

26/3/2023

મેઘરજ તાલુકાના મોટી પંડુલી ખાતે સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું,તારીખ 26/3/2023 ના રવિવારના રોજ અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના મોટી પડુંલી ગામે સ્વ.પ્રિયાબેન ડામોર (ડીવાય.એસ.ઓ ગુજરાત વિધાનસભાના) સ્મરણાર્થે શ્રી વાગડ સેવા મંડળ મોટી પંડુલી અને તાલુકા આરોગ્ય કચેરી મેઘરજ દ્વારા એક સર્વ રોગ ફ્રિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, અહીંના અંતરિયાળ અને રાજસ્થાન સરહદ પર આવેલા આદિવાસી સમાજના અત્યંત ગરીબ લોકોએ મોટી સંખ્યામાં નિદાન કેમ્પનો લાભ લીધો. આ વિસ્તારના સરકારી મેડિકલ ઓફિસર તેમજ સમાજના અગ્રણીઓ ડો. રાજેન્દ્ર ભગોરા ડો.એલ.જી. કટારા, ડો. અમિત અસારી અને ડો. નિલેશ ખરાડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ડાયાબિટીસ, બીપી તથા લોહીની તપાસ કરી સરકારશ્રી દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી ગુજરાત સરકારશ્રીના સંવેદનશીલ અભિગમથી એને ગરીબ અને છેવાડાના લોકો પ્રત્યે સરકારશ્રીનું હકારાત્મક અભિગમથી આ વિસ્તારમાં સંતોષકારક કામગીરી થઈ છે. વાગડ સેવા મંડળ વર્ષોથી અહીંની ગરીબ પ્રજા માટે રોજગારલક્ષી, પર્યાવરણ ક્ષેત્રે શિબીરો અને ટકાઉ વિકાસ ખેતી અને પશુપાલન ક્ષેત્રે કેવી રીતે વધારે આવક મેળવી શકાય તેવા જનજાગૃતિના કાર્યક્રમો શિબીરો રાખી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours