MBBSની ડીગ્રી મેળવી સમગ્ર બાયડ-માલપુર ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું

રિપોર્ટર:ભૂપેન્દ્રસિંહ ઝાલા.બાયડ

27/3/2023

બાયડ તાલુકાના જીતપુરના વતની(હાલ- નરોડા) અક્ષીલબા ધવલસિંહ ઝાલા MBBS(ડોક્ટર)ની પદવી મેળવી સમગ્ર બાયડ-માલપુર ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું

બાયડ ના લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની દીકરી અક્ષીલબા ધવલસિંહ ઝાલા MBBS(ડોક્ટર)ની પદવી મેળવી સમગ્ર બાયડ-માલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યુ,કહેવાય છે કે મન સાથે મહેનત અને સંઘર્ષ કરનાર વ્યક્તિને દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી તેવી જ રીતે ડોક્ટર અક્ષીલબા ને પણ MBBS બનવા માં દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકી નહીં.અક્ષીલબાના દાદા અને પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલાનું સપનું હતું કે દીકરી પોતાના દેશની અંદર જ પોતાના જ રાજ્યમાં એમબીબીએસના અભ્યાસ કરે અને ડોક્ટર ની પદવી મેળવે જેથી અક્ષીલબા એ એ સપના સાકાર કર્યું હતું અને સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું હતું.ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની દીકરી અક્ષીલબા MBBS (ડોક્ટર)ની પદવી મેળવતાં સમગ્ર બાયડ-માલપુરના ક્ષત્રિય સમાજ સહિત દરેક સમાજ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *