અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હિતેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીથી 4.5 હેકટરમાં પપૈયાની ખેતી કરીને મેળવી રહ્યા છે મબલક પાક

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

પારંપારીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી તાઇવાન કવીન પપૈયાના છોડ લગાવ્યા,ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હિતેશભાઈ પટેલ 4.5 હેકટરમાં પપૈયાની ખેતી કરીને મબલખ પાક મેળવી રહ્યા છે. હિતેશભાઈએ પારંપારીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી તાઇવાન કવીન પ્રકારના પપૈયાના છોડ લગાવ્યા છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામનાં ખેડૂત પારંપારીક ખેતી છોડીને છેલ્લા બે વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યાં છે. તેઓ ખર્ચ કાઢતા બમણી આવક મળી રહી છે.હિતેશભાઈ જણાવે છે કે, પારંપારીક ખેતી છોડીને બાગાયતી ખેતી તફર વળ્યાં છીએ, પપૈયાનાં છોડનો વિકાસ થતો હોય ત્યારે 15 દિવસે પાણી જોઇએ. જયારે પપૈયાની આવક શરૂ થયા બાદ પાણીની જરૂર ઓછી રહે છે. તેમજ શરૂઆતમાં છાણિયું ખાતર, ડી.એ.પી. અને એન.પી.કે. ખાતર આપવામાં આવ્યું હતુ. સમગ્ર પાકમાં ત્રણવાર ખાતર આપવામાં આવ્યું છે. તેમજ પપૈયાનાં પાકમાં બીજા કરતા ઓછી માવજત કરવી પડે છે. અને વેપારી સીધો માલ ખેતરમાંથીજ લઈ જાય છે અને ભાવ સારો મળતા આવક સારી મળી રહી છે.અરવલ્લી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને પ્રાકૃતિક ખેતી અને બાગાયત ખેતી તરફ વધી રહ્યા છે.ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને રોલ મોડેલ બનાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *