રિપોર્ટર:ભૂપેન્દ્રસિંહ ઝાલા.બાયડ
બાયડ તાલુકાના ડેમાઈ વાંટડા(કાવઠ) ડામર રોડ ની આજુ બાજુ ગાંડા બાવળ નું સામ્રાજ્ય જામ્યું છે જેથી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે દિવસ દરમિયાન વાહનોની અવર જવરના રસ્તા ની આજુ બાજુ ગાંડા બાવળ અને ઝાડી અને ઝાંખરાનું સામ્રાજ્ય જામ્યું હોવાને કારણે સામસામે આવતા વાહનો દેખાતાં નથી અને અકસ્માતનો ભય રહે છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદે આ ડામર રોડની આજુ બાજુથી ઝાડી ઝાંખરા હટાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.ડેમાઈ થી વાંટડા(કાવઠ) ડામર રોડ પર વાંટડા ગામ નજીક ધામની નદી પરનવીન પુલ પણ કાર્યરત થઇ ગયેલ છે અને બાયડ ડેપો દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરવાની પણ ચર્ચાઓ ચાલે છે ત્યારે તંત્ર દ્વારા તાકીદે રોડ નું આજુ બાજુ ની સફાઈ હાથ ધરવામાં આવે અને ઝાડી ઝાંખરા હટાવાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે