નિઝર તાલુકાના હાથનુર ગામની સીમમાં પુત્રએ માતાની હત્યા કરી

એહવાલ હિતેશ નાઈક

  • વહેલા જમવાનુ માગવાની બાબતે તકરાર થતાં પુત્રએ સાંબેલા વળે હુમલો કરી માતાની હત્યા કરી

નિઝર પોલીસે પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

નિઝર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના મૌજે હાથનુર ગામની સીમમા આવેલ સર્વે નં.૧૮/૧૯ મા આવેલ અશ્વિનભાઈ છગનભાઈ પાડવીના ઘરના
રસોડામા આજરોજ સવારે આશરે 9 વાગ્યાના અરસામાં ફરીયાદી અશ્વિનભાઈ છગનભાઈ પાડવીની પત્ની સીલાબેન અશ્વિનભાઇ પાડવી જેઓ રસોઇ બનાવતી હોય તે વખતે એમનો પુત્ર આરોપી સુરજભાઇ અશ્વિનભાઇ પાડવી એ તેમની પાસે વહેલા જમવાનુ માંગતો હોય જેથી મરણ
જનાર સીલાબેન તથા આરોપી વચ્ચે બોલાચાલી થતા આરોપી સુરજભાઇ
અશ્વિનભાઇ પાડવી એકદમ ગુસ્સામા આવી જઈ ઘરમા પડેલ સીસમના લાકડાના
સાંબેલા વડે મરણ જનારના માથાના જમણા ભાગે ફટકો મારી દેતા એમના પિતા ફરિયાદી અશ્વિનભાઈ
આરોપીને પકડવા જતા આરોપી સુરજએ ફરીયાદી પિતાને પણ માથાના ભાગે સીસમના લાકડાના
સાંબેલા વડે ફટકો મારી ઇજા કરી ફરીયાદી અશ્વિન ભાઈના પત્ની સીલાબેન અશ્વિનભાઇ પાડવીને સ્થળ ઉપર મોત નિપજાવી તાપી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હતો. નિઝર પોલીસે ફરિયાદી અશ્વિનભાઈ છગનભાઈ પાડવીની ફરિયાદના આધારે આરોપી વિરુધ્ધ ઇ.પી.કો.કલમ-૩૦૨,૩૨૩ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ
એસ.ટી.દેસલે ,પોલીસ સબ ઇન્સપેકટર (નિઝર પોલીસ સ્ટેશન) કરી રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *