ભાવનગર શહેર ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણે ભાવનગર શહેર ભાજપ સંગઠનની ટિમ જાહેર કરી.

રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર

આજે તારીખ ૫ એપ્રિલ ૨૦૨૩ અને બુધવારના રોજ સાંજે ૭-૦૦ કલાકે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભાવનગર મહાનગરના પ્રભારી શ્રી કશ્યપભાઈ શુકલાના માર્ગદર્શન અને પરામર્શસહ ભાવનગર મહાનગર ભાજપ સંગઠનની રચના કરી હતી. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા શ્રી ભારતીબેન શિયાળ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગર સેવકો, વરિષ્ટ આગેવાનો, વોર્ડ સંગઠનના હોદ્દેદારો, તમામ સેલ મોરચાના હોદ્દેદારોએ તમામ નિમણૂક પામનાર હોદ્દેદારોને અભિનંદન સહ શુભકામનાઓ આપીને આવકારેલ છે તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.

રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *