આવતીકાલે અરવલ્લી જિલ્લાના મહેમાન બનશે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

માનનીય મુખ્યમંત્રીશ્રી આવતીકાલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે કરશે બેઠક

અરવલ્લી જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમનને પગલે જિલ્લામાં ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી ૧૩ એપ્રિલના રોજ એટલેકે આવતીકાલે અરવલ્લી જિલ્લાની મુલાકાત લેશે. મુખ્યમંત્રીશ્રી આ મુલાકાત દરમિયાન અરવલ્લી જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં જિલ્લામાં ચાલતી લોકહિતની યોજનાઓ, સામાન્ય જનતાના પ્રશ્નો, વહીવટી કામગીરી અંગે ચર્ચા કરશે.અરવલ્લી જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરીકના અધ્યક્ષસ્થાને કાર્યક્રમની રૂપરેખા અંગે જરૂરી માર્ગદર્શન અને સમીક્ષા કરવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમનને ધ્યાને રાખી તમામ બાબતો અંગેની આનુષંગિક વ્યવસ્થા કરવા જિલ્લા ક્લેક્ટર દ્વારા અધિકારશ્રીઓને સુચારૂ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *