અતિક-અશરફ નું લાઈવ મર્ડર..!ત્રણ યુવાનો, ધડાધડ ગોળીબાર અને બંને માફિયા ભાઈઓનો અંત

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

યુપી માં એક સમયે જેના નામના સિક્કા પડતા એ અતિક અહેમદ એન્ડ ગેંગ પર છેલ્લા થોડાં વર્ષો થી સાડા સાતી બેઠી ગઈ હોય એમ એક પછી એક ઘટનાઓ ઘટતી રહી અને ગઈ કાલ રાતે ૧૦:૩૨ ના ધડાધડ ફાયરિંગ થઈ અને બંને ભાઈઓ એક સાથે ઢગલો થઈ ગયા.શું આ ગેંગવૉર હતી? ત્રણ યુવાનો, માફિયા બનવા નીકળી પડે છે અને નામ કમાવવા માટે યુપી ના સૌ થી મોટા ડોન નો ખાત્મો કરે છે.
હત્યાનું પ્લાનિંગ ઘણું સટીક બનાવ્યું. અલગ અલગ શહેર ના ત્રણ યુવાનો પ્લાન બનાવી ને મિડિયા કર્મી બન્યા. દેશ ભર નાં મિડિયા ની હાજરી માં લાઈવ હત્યા કરવા માં આવી..! કોઈ ફિલ્મ નું દ્રશ્ય હોય એમ એક ધડાકો થયો અને ત્રણ યુવાનો રાષ્ટ્રીય બ્રેકિંગ ન્યુઝ બની જાય છે.અતિક-અશરફની લાઈવ હત્યા સોશિયલ મિડિયા યુઝર્સ સુધી પહોંચી જાય છે. રાજકિય પક્ષો પોત પોતાની રીતે બયાન બાજી કરે છે, હત્યા ની તરફદારી પણ થઈ રહી છે. મૃતક માફિયા ખુદ યુપી ની રાજનીતિ નો અહમ હિસ્સો રહી ચૂક્યો છે.માફિયા ગીરી પ્લસ રાજનેતા. એક ખતરનાક કોકટેલ. દાયકાઓ સુધી અનેક ગુન્હાઓ. છતાં રાજકિય પક્ષો ની આડ.અતિક પુત્ર અસદ અને સાથીદાર ગુલામના એન્કાઉન્ટરના ૪૮ કલાકમાં જ અતિક – અશરફ ની હત્યા મિડિયા, સતત કહી રહી હતી કે ગાડી પલટેગી..!પણ ગોળીબાર થયો.પોલીસ ટીમ ની હાજરી માં પ્રયાગરાજની હોસ્પિટલમાં ૧૦૦ પ્લસ મીડિયા ની ઉપસ્થિતિ માં, લાઈવ મર્ડર..!ત્રણેય શાર્પશૂટર્સ, અરુણ, લવલેશ તિવારી, સનીસિંહ તુર્કી માં બનેલી જિગાના નામની પિસ્ટલ જેની કિંમત ચાર થી પાંચ લાખ હોય છે, ભારત માં પ્રતિબંધ છે,તે લઈ ને આવ્યા હતા. આ પ્રકાર ના હથિયાર વાયા પાકિસ્તાન ભારત માં આવે છે. પાકિસ્તાન થી અતિક હથિયાર મંગાવતો હતો. સંભવ છે કે તેના દ્વારા મંગાવવા માં આવેલ હથિયાર તેની જ હત્યા માં વાપરવા માં આવ્યાં. અન્ય કોઈ ને ઇજા ન થાય તેની કાળજી રાખવા માં આવી હતી. હત્યા બાદ હથિયાર જમીન પર મૂકીને શરણાગતિ સ્વીકારી લીધી. પોલીસ ના પ્રાથમિક નોંધ માં ત્રણેય યુવાનોએ ગુન્હો કબૂલ કરી લીધો છે. એ મુજબ પોલીસ ની ઘેરાબંધી ને માપી શક્યા નહીં, આથી ભાગવા માં નિષ્ફળ ગયા. અલબત, જ્યારે થોડીક જ ક્ષણોમાં સમજાઈ ગયું કે હવે ભાગવું મુશ્કેલ છે ત્યારે, પોલીસ પર હુમલો કરવા ને બદલે આત્મ સમર્પણ કરી દીધું.પોલીસ ટીમ , ફિલ્મ નું શૂટિંગ ચાલતું હોય એવી ધડાધડ ગોળીબાર વચ્ચે પણ, ભાગ્યા વગર, યુવકો પર કાબૂ મેળવ્યો.૧૦૦ થી વધુ કેસોમાં જેની સામે ચાર્જશીટ હતી એવા અતિક નો ધિ એન્ડ.૨૦ સેકન્ડ માફિયા ભાઈઓ નો અંત થઈ ગયો.આખરી શબ્દો.- અસદ ની અંતિમ યાત્રા બાબત ના સવાલ ના જવાબ માં અતિકે કહ્યું, ન જવા દીધા એટલે ન ગયા.ત્યાર બાદ બીજું વાક્ય અસરફ બોલે છે- મેન બાત યે હૈ કિ ગુડ્ડુ મુસ્લિમ… વાક્ય પૂરું થાય એ પહેલાં જ અતિક પર, કાન ની નીચે પહેલી ગોળી છૂટી. ત્યાર બાદ થોડી સેકન્ડ ધડાધડ ફાયરિંગ થયું.અમદાવાદની સાબરમતી જેલમાંથી ઉમેશપાલ હત્યા કેસમાં અતિક ને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની કોર્ટમાં લઈ જવાયો.એક દિવસ અગાઉ જ પોલીસ એન્કાઉન્ટરમાં ઉમેશપાલના હત્યારા અને અતિક અહેમદના પુત્ર અસદ અને સાગરિત ગુલામનું એન્કાઉન્ટર થઈ ગયું હતું. ભાગતા ફરતા અપરાધીઓ ને શરણે આવી જવા પોલીસ પ્રસાશન દ્વારા વારંવાર કહેવા માં આવ્યું હતું. અતિક ની પત્ની શાહિસ્તા પણ હાજર નહોતી થતી.અતિક અહેમદને પુત્રની અંતિમ વિધિમાં જવા માટે સુરક્ષાનાં કારણોસર અનુમતિ અપાઈ નહોતી. અનુમતિ અપાઈ હોત તો હોસ્પિટલ ના પ્રાંગણ માં જે ઘટના ઘટી તે કબસ્તાન માં ઘટી હોત.શનિવારે અતિક ને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે એના વકીલે કહ્યું હતું – કંઈક અનુચિત થશે, પોલીસ થર્ડ ડિગ્રી તો નહીં કરે ને? એવો ભય મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. મિડિયા સતત કવરેજ આપી રહી હતી. સાબરમતી ટુ પ્રયાગરાજ સુધી. સતત પીછો કરવા માં આવ્યો હતો.અદાલતે દર ૨૪ કલાકે પ્રયાગરાજની સરકારી મેડિકલ હોસ્પિટલમાં અતિક અને તેના ભાઈ અશરફનું મેડિકલ ચેકઅપ કરાવીને અદાલતને તેમનો હવાલો આપવાના આદેશ કર્યો હતો.
આ અગાઉ પણ બંને માફિયા ભાઈઓ પર સતત મોત નો ખતરો રહ્યો જ હતો. બંને કોઈ સમાજ સેવક તો હતા નહીં, કે ફૂલ થી સ્વાગત કરવા માં આવે. પાપ નો ઘડો ભરાઈ ગયો હતો. બસ, ઘટના સ્થળ અને પોલીસ ની હાજરી થી મામલો સંગીન બની ગયો. હત્યા કરવાનારા ત્રણ યુવાનો ઝડપાઈ ગયા એ પણ સારી બાબત બની. અન્યથા વિપક્ષ વધુ કાગારોળ મચાવતા. આ અગાઉ યુપી પોલીસના ૧૭ જવાનો,ચાંપતો પોલીસ બંદોબસ્ત ૧૫ દિવસ પહેલાં આ જ અતિક ને અમદાવાદથી ઉત્તરપ્રદેશ લઈ જવા માટે દોઢ ડઝન ગાડીઓ, ૪૨ પોલીસ અધિકારીઓ અને ૧૫૦થી વધુ પોલીસ જવાનોનો કાફલો ૩૫ કલાકે ઉત્તરપ્રદેશ પહોંચ્યો ત્યાં સુધીમાં ભારતની તમામ મુખ્ય ટીવી ચેનલોના પત્રકારો પોતાની ઓબી વાન સાથે આ કાફલાની આગળ પાછળ ફરતા હતા. ગાડી ક્યાં પહોંચી, અતિકે શું કર્યું, શું કહ્યું એ તમામ બાબત લાઈવ ચલાવ્યું હતું. આટલું મહત્વ આપવું શું જરૂરી હતું? મિડિયા જ ઈચ્છતી હતી કે ગાડી પલ્ટે.. માફિયા અતિક ની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી અનુસાર અતિકનું એન્કાઉન્ટર થવાની દહેશત જતાવી હતી. પણ એ તો દરેક વ્યક્તિ આવું કરતા હોય છે. જીવન ભર હત્યાઓ કરનારાને ડર લાગે જ એમાં નવાઈ શું?હત્યા ની તરફદારી થઈ શકે નહીં. એવી જ રીતે માફિયા ડોનનો પક્ષ પણ ન લઈ શકાય. બંને માફિયા ભાઈઓ ની હત્યા બાદ રાજકારણ માં ગરમી આવી ગઈ છે. દરેક પક્ષ પોતાના નફા – નુકશાન નું 4ધ્યાન રાખી ને ટિપ્પણીઓ કરી રહ્યા છે. યુપી સરકાર દ્વારા ધારા ૧૪૪ લગાવી દેવા માં આવી. શક્ય છે, આગામી સમયમાં આ ઘટના માં નવા સ્ફોટક ખુલાસા થાય.

અને અંતે…

સોશિયલ મિડિયા માં સૌ થી વધુ વાયરલ મેસેજ.-
મેડિકલ ચેકઅપ માટે લઈ જવાતા હતા, થઈ ગયું પોસ્ટમોર્ટમ…!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *