અરવલ્લી જિલ્લામાં મંત્રી શ્રી ભીખુસિહ પરમારની ઉપસ્થિતિમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મન કી બાતના 100મા એપિસોડ ની ઉજવણી કરાઈ

ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાતના 100માં એપિસોડમાં કહ્યું – ‘આ કાર્યક્રમ જન આંદોલન બની ગયુ છે’

સામૂહિક પ્રયાસો દ્વારા સૌથી મોટો પરિવર્તન લાવી શકાય: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નાં 100માં એપિસોડમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઘણીવાર હું ભાવુક થઈ ગયા બાદ ફરીથી મન કી બાત કાર્યક્રમનું રેકોર્ડીંગ કરવું પડ્યું હતું. મહત્વનું છે કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતનાં 100મો એપિસોડ કર્યો હતો. જેને લઈ ‘મન કી બાત’ના જીવંત પ્રસારણ માટે દેશભરમાં ચાર લાખ બૂથ લેવલ સેન્ટર બનાવવામાં આવ્યા હતા. આ તમામ જગ્યાએએ રેડિયો કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

મન કી બાત નાં 100માં એપિસોડમાં પીએમ મોદીએ ચરૈવેતિ ચરૈવેતિ ચરૈવેતિ એટલે કે ચાલતા રહો-ચાલતા રહો-ચાલતા રહોની વાત કરી હતી. તેમણે કહ્યું કે, આજે અમે ચરૈવેતિ ચરૈવેતિની ભાવના સાથે ‘મન કી બાત’નો 100મો એપિસોડ પૂરો કરી રહ્યા છીએ. દરેક એપિસોડમાં દેશવાસીઓની સેવા અને શક્તિએ અન્ય લોકોને પ્રેરણા આપી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે. એક રીતે ‘મન કી બાત’નો દરેક એપિસોડ આગામી એપિસોડ માટે મેદાન તૈયાર કરે છે. ‘મન કી બાત’ હંમેશા સદ્ભાવના, સેવા-ભાવના અને ફરજની ભાવના સાથે આગળ વધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારો અતૂટ વિશ્વાસ છે કે,.સામૂહિક પ્રયાસો દ્વારા સૌથી મોટો પરિવર્તન લાવી શકાય છે. આ વર્ષે જ્યાં આપણે સ્વતંત્રતાના સુવર્ણ યુગમાં આગળ વધી રહ્યા છીએ. આ સાથે G-20 ની અધ્યક્ષતા પણ કરી રહ્યા છે. આ પણ એક કારણ છે કે, શિક્ષણની સાથે સાથે વૈવિધ્યસભર વૈશ્વિક સંસ્કૃતિઓને સમૃદ્ધ કરવાનો આપણો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. તે જ રીતે અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ઈ-વેસ્ટ જેવા ગંભીર વિષયો પર સતત વાત કરી છે. આજે સમગ્ર વિશ્વ જેનાથી ચિંતિત છે તે પર્યાવરણના મુદ્દાને ઉકેલવામાં મન કી બાતના પ્રયાસો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આજે દેશમાં પ્રવાસન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આપણા પ્રાકૃતિક સંસાધનો હોય, નદીઓ હોય, પર્વતો હોય, તળાવ હોય કે પછી આપણા તીર્થસ્થાનો હોય, તેને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી પ્રવાસન ઉદ્યોગને ઘણી મદદ મળશે. પર્યટનમાં સ્વચ્છતાની સાથે અમે અતુલ્ય ભારત આંદોલનની પણ ઘણી વખત ચર્ચા કરી છે. આ ચળવળ સાથે લોકોને પહેલીવાર આવી ઘણી જગ્યાઓ વિશે જાણવા મળ્યું, જે ફક્ત તેમની આસપાસ હતા. હું હંમેશા કહું છું કે, વિદેશ પ્રવાસ પર જતા પહેલા આપણે આપણા દેશના ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળોની મુલાકાત લેવી જોઈએ.

PM મોદીએ કહ્યું કે, જ્યારે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામા સાથે ‘મન કી બાત’ કરી ત્યારે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ હતી. ‘મન કી બાત’ મારા માટે બીજાના ગુણોની પૂજા કરવા જેવી રહી છે. આ કાર્યક્રમ મારા માટે બીજાના ગુણોમાંથી શીખવાનું એક ઉત્તમ માધ્યમ બની ગયો છે. પીએમ મોદીએ કહ્યું કે ‘મન કી બાત’ એક જન આંદોલન બની ગયું છે. બેટી બચાવો-બેટી પઢાવો કાર્યક્રમ હોય, સ્વચ્છતા ચળવળ હોય, ખાદી પ્રેમ હોય કે પ્રકૃતિ કી બાત હોય કે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ હોય, જે પણ ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે સંકળાયેલું હતું તે એક જન આંદોલન બની ગયું.

PM મોદીએ મન કી બાત ને સંબોધિત કરતી વખતે કહ્યું કે, તેનો દરેક એપિસોડ ખાસ રહ્યો છે. દર વખતે નવા ઉદાહરણની નવીનતા દેખાઈ. પીએમ મોદીએ કહ્યું કે મન કી બાત કાર્યક્રમમાં દેશના ખૂણે ખૂણેથી લોકો જોડાયા, દરેક વયજૂથના લોકો જોડાયા. અરવલ્લી જિલ્લાના આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ભિખૂસિંહ પરમાર સહિત ધારાસભ્યશ્રી પી.સી. બરંડા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *