ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માનનીય મંત્રીશ્રી ભીખુંસિંહજી પરમારની ઉપસ્થિતિમાં લાયન્સ કલબ સોસાયટી મોડાસા સંચાલિત શ્રી વા. હી. ગાંધી બહેરા – મૂંગા શાળા ખાતે દિવ્યાંગ જન સન્માન કાર્યક્રમ યોજાયો.
જેમાં સંસ્કૃતિ કાર્યક્રમ સાથે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને પૂર્વ વિદ્યાર્થીઓને પણ બોલાવવામાં આવ્યા હતા.જિલ્લામાં 2002 થી ચાલી રહેલ ગુજરાતની પ્રથમ લાયન્સ ઔધોગિક તાલીમ સંસ્થા દિવ્યાંગ આઈ.ટી.આઈ જેમાં દિવ્યાંગ તાલીમાર્થીઓ વિવિધ પ્રકારના વ્યવસાયિક તાલીમ મેળવી હાલ કંપની કે પેઢીમાં નોકરી મારફતે પોતાના ધંધા રોજગાર શરૂ કરી અને તે પોતાના સ્વ પગ પર નિર્ભર બન્યા છે.જેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એ સાથે જ વર્ષોથી કામ કરતા અને આ સંસ્થામાં જોડાયેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને નિવૃત્ત થતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ ખૂબ જ સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે તે ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે. આ સુંદર આયોજન થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખુબ જ સુંદર કામગીરી કરી રહી છે દિવ્યાંગ બાળકોના ઘડતર અને શિક્ષણ ઉપર સૌથી મહત્વનો ફાળો આપી રહી છે. ત્યારે સંસ્થાની સાથે જોડાયેલા દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું.આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીક જિલ્લાના અધિકારીશ્રીઓ અને પદાઅધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.