અરવલ્લી અભયમની ટીમે બચાવ્યો તૂટતો પરિવાર ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લીપીડિત મહિલા અને તેના પતિને સમજાવી તેમના જીવનને આપ્યો સુખદ વળાંક અરવલ્લી જિલ્લામાંથી એક પીડિત મહિલાએ 181માં કોલ કરીને જણાવેલ કે તેમને તેમના પતિ હેરાન કરે છે તેથી મદદની જરૂર છે.ત્યારબાદ સ્થળ ઉપર પહોંચી પીડિત મહિલાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે તેમના લગ્નના ત્રીસ વર્ષ થયેલા છે તેમના બે પુત્ર છે તેમના પતિ જોબ કરે છે પરંતુ ઘરની જવાબદારીઓ પૂરી કરતા નથી તેમ જ ઘરમાં એક પણ રૂપિયો આપતા નથી અને તે પીડિત મહિલાને તેમના પતિ તેમના પોતાના ખર્ચ માટે પણ પૈસા આપતા નથી તેમજ તેમના પતિએ પ્લોટ રાખેલ હતા તે પણ વેચી માર્યા અને તે પૈસા પણ ઘરમાં બતાવ્યા નહીં અને તેને પણ ખરચી નાખ્યા તેવું બેન જણાવતા હતા બેન જણાવતા હતા કે ઘરમાં રોજના આવા ઝઘડાઓના કારણે મારે ડિપ્રેશન ની દવા ચાલે છે અને તેમના પતિને પણ મેન્ટલી ઇસ્યૂ હોવાથી તેમની પણ દવાઓ ચાલે છે તેમના પતિને સામાન્ય બાબતે ઝઘડો થતાં પણ ગુસ્સો આવી જાય છે અને જે હાથમાં આવે એ છૂટું મારી દે છે આજે પણ જમતા જમતા ઝઘડો થતાં તેમના પતિએ તેમના પર છુટ્ટી થાળી મારી દીધી હતી.અભયમ ટીમે પીડિત મહિલા અને તેમના પતિને સમજાવ્યા અને તેમના પતિ હોસ્પિટલ જવાનું ના પાડતા હતા અને દવા લેવાનું ના પાડતા હતા તો તેમને સમજાવેલ અને દવાખાને જવા કહેલ અને ગુસ્સા પર કંટ્રોલ રહેતો ન હોવાથી સમયસર દવા ગોળી લેવા માટે જણાવેલ અને પીડિત મહિલાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવી આપવા માટે સમજાવેલ અને ત્યારબાદ બંને પતિ પત્નીને સમજાવી અને પીડિત મહિલા ને કાયદાકીય તેમજ 181ની માહીતી આપી બંને પતિ પત્ની નું સ્થળ પર સમાધાન કરાવેલ. અને જરૂર પડે તો ફરી થી પણ 181 ની મદદ લઈ શકે તેમ જણાવ્યું.આમ, અભયમ ટીમની મહેનતથી આજે એક પરિવાર વિખેરતો બચી ગયો.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours