ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જીલ્લામાં બે સ્થળે ‘યોગ સમર કેમ્પ’ નો શુંભારભ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

તારીખ : 21/05/2023.નવમા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની ઉજવણી ના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જીલ્લામાં મેઘરજ ગામ પંચાયત બાળ ક્રીડાંગણ, મેઘરજ અને શ્રી સરસ્વતી બાલ મંદિર રત્નદીપ શાખા, મોડાસા ખાતે ૧૦ દિવસીય સમર કેમ્પનું ઉદગાટન કરવામાં આવ્યું.જેમાં બન્ને સ્થળોમાં નીચે મુજબ ના મહેમાન શ્રીઓ ની ઉપસ્થિતિ રહી.શ્રી પ્રકાશભાઈ આર. કલાસ્વા જીલ્લા રમત ગમત અધિકારીશ્રી અરવલ્લી.શ્રી સુનીલભાઈ સી. પંડ્યા,આચાર્ય શ્રી હરિઓમ વિદ્યાલય મેઘરજ પ્રાથમિક વિભાગ.શ્રી પરેશભાઈ આર. પ્રજાપતી શિક્ષક શ્રી ઢેકવા પ્રાથમિક શાળા ,મેઘરજ.રાજેશભાઈ રબારી જીવદયા પ્રેમી શ્રી નિલેશ જોષી – નગરપાલિકા કોર્પોરેટર મોડાસા.શ્રી રોહિતભાઈ પટેલ સાથે આ કાર્યક્રમમાં મેઘરજ ગામ અને તાલુકામાંથી ૮૫ બાળકો તથા મોડાસા માંથી ૬૮ બાળકોએ મળી કુલ 153 બાળકો એ ભાગ લીધો જેમને સમર કેમ્પ ના સંચાલકશ્રીઓ પાયલ બેન આર.વાળંદ જીલ્લા કૉ.ઓર્ડીનેટર અરવલ્લી, દ્વારા તથા જીલ્લાના યોગ કોચ જયેન્દ્રભાઈ મકવાણા,સુનીલકુમાર એ. વાળંદ, રાજેશભાઈ પટેલ, લેઉઆ શકુંતલા બહેન, કોમલ બેન ડી. પરમાર, ના દ્વારા યોગ પ્રાણાયામ, આસનો કરાવાયા તથા બાળકો ને વિવિધ પ્રવુતિઓ સાથે રમતો રમી ને બાળકો એ ખુબ મજા કરી સાથે અલ્પાહાર લઇ બાળકો આનંદ સાથે દસ દિવસ પસાર કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *