અરવલ્લી જિલ્લામાં ICDS શાખાની આંગણવાડી કેન્દ્રોમાં માસના ચોથા મંગળવારે પુર્ણા દિવસની ઉજવણી

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

વિશ્વમાં 28 મે ના રોજ વિશ્વ માસિક દિવસની ઉજવણી કરવામાં આવે છે જે નિમિત્તે પુર્ણા દિવસે 23 મે 2023ના રોજ અરવલ્લી જિલ્લામાં ICDS શાખાની આંગણવાડી કેન્દ્રોમાં માસના ચોથા મંગળવારે પુર્ણા દિવસની પ્રવુત્તિ સાથે માસિક દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં કિશોરીઓ એ હથેળી પર રેડ ડોટ કરાવ્યું જે માસિક દરમિયાન રાખવાની સ્વચ્છતાનું પ્રતિક છે.કિશોરીઓ દ્વારા માસિક ચક્રને દર્શાવતું બ્રેસલેટ બનાવડાવી જેમાં 5 લાલ રંગના મોતી માસિક ના 5 દિવસ દર્શાવે છે.આ સિવાય માસિક દરમિયાન રાખવાની સ્વચ્છતા,માસિક વિશેની ગેરમાન્યતાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ.કિશોરીઓ અને સગર્ભા માતાઓમાં પૌષ્ટીક આહારને લઈને જાગૃત્તા આવે તે માટે આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.15થી 18 વર્ષ ની કિશોરીઓ માટે પૂર્ણા યોજના અમલી છે આ યોજના દ્વારા પુરક પોષણ સિવાયની સેવાઓનો પણ સમાવેશ કરાયો છે. પૂર્ણા યોજના અંતર્ગત દર માસનાં ચોથા મંગળવારના રોજ કિશોરીઓને પૂર્ણા શક્તિનાં ચાર પેકેટ આપવામાં આવે છે અને પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવે છે.આંગણવાડી કાર્યકર દ્વારા કિશોરીઓને પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા સબંધિત માર્ગદર્શન આપવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *