મોડાસા તાલુકાના બડોદરા ગામે લાઈફ મિશન અંતર્ગત ખેડૂત શિબિર યોજાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

બડોદરા ગામમાં મિશન લાઈફ અંતર્ગત વિસ્તરણ રેન્જ. મોડાસા સામાજિક વનીકરણ વિભાગના અધિકારી ફોરેસ્ટર શ્રી એસ.એમ.પ્રજાપતિ અને તેમનો સ્ટાફ દ્વારા પર્યાવરણ માં થી રહેલા બદલાવો જીવનશૈલી વિશે ચર્ચા કરી ગ્રામજનો ને માહિતી આપી હતી. વિશ્વમાં આબોહવા બદલાઈ રહી છે.આપણે શક્ય પ્રયત્નો કરી પર્યાવરણ નું રક્ષણ કરવાનું છે.આ મિશન એક દેશ વ્યાપી છે એને સફળ બનાવવા આપણે બધાએ સક્રિય થવું પડશે.તમામ નું પુષ્પ ફૂલ છડી થી હાર્દિક સ્વાગત કરવામાં આવેલ ઉપસ્થિત તમામ અધિકારીઓ એ વિસ્તૃત માહિતી આપી હતી.છેલ્લે ગામના સરપંચ શ્રી એ પ્રાસંગિક ઉદ્ધબોધન પ્રાકૃતિક ખેતી મનરેગા વિશે વિસ્તૃત માહિતી આપી અંતે આભાર વિધિ માં કરી હતી.આ કાર્યક્રમમાં સરપંચ, ડે.સરપંચશ્રી, પંચાયત કમિટી ગામના આગેવાનો અને 250 જેટલા વ્યક્તિઓએ આ શિબિર માં ભાગ લીધો હતો અને સફળ બનાવ્યો હતો ચા નાસ્તા નું સરસ આયોજન કરવામાં આવેલ હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *